કાથરોટા ગામમાં વનરાજા વિહાર કરતા હોવાથી દિવસે વીજ પુરવઠો આપવા ખેડૂતોની માંગ

0

જૂનાગઢ નજીક આવેલા કાથરોટા ગામમાં સાવજના આંટાફેરાથી રાતે ખેતરે જતા ખેડૂતોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. આ અંગે વિવેક બાબરીયા અને સમીર સીદપરાએ ગામમાં સાવજના આંટાફેરાના કારણે ખેડૂતોને દિવસે વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂતોને દિવસે વિજ પુરવઠો આપવાની જાહેરાત કરાઇ હતી પરંતુ હજી સુધી ઘણા ગામો આ યોજનાથી વંચિત છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews