ઉનાનાં ઉમેજ ગામમાં સિંહ પરીવારના સાગમટે આંટાફેરા : બે પશુનું મારણ

0

ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે બે સાવજાેએ ચાર પશુના મારણ કર્યા હતા તો સાથે ઊનાના ઉમેજ ગામમાં તેમજ વાડી વિસ્તારમાં સિંહ અવાર નવાર આંટાફેરા કરતા જાેવા મળતા હોય છે. ત્યારે ગત મોડી રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાંચ સિંહ પરીવાર એક સાથે ગામના રહેણાક વિસ્તારમાં આંટાફેરા કરતા હોવાની સમગ્ર ઘટના ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં રહેતા વલકુભા જીલુભા ગોહીલના મકાન ઉપર સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતી. ગામમાં આવેલ બાપા સીતારામ વિસ્તારમાં રહેતા જામભાઇ હમીરભાઇ વાળાના ફળીયામાં ખીલે બાંધેલ બળદ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ગામના ખારા વાડી વિસ્તારમાં રહેતા ગીગુભાઇ ધીરૂભાઇ ખસીયાની માલીકીની એક ગાય તેમજ વાછરડાનું મારણ કરેલ હતું. ગામમાં રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો હતો. ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે વહેલી સવારે સાડા ચાર વાગ્યે બે સાવજાે આવી ચડ્યા હતા અને રાવત સિંહજીલુભા ખસિયાની માલીકીની ગાય ઉપર હુમલો કરી મારણની મિજબાની માણી હતી. ગામમાં સિંહોએ અન્ય ત્રણ વાછરડાનું મારણ કરેલ હોય આમ એકજ રાતમાં ચાર મુંગા પશુઓના મારણ કરતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગે વનવિભાગે તમામ વિગતો મેળવી હતી. આ વન્યપ્રાણીને દૂર ખસેડવા ગામ લોકોની માંગણી ઉઠવા પામેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews