કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘણા સમયથી શાળાઓ બંધ છે ત્યારે તેના અનુસંધાને રાજય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોનાને કારણે બંધ રહેલી શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓને રાહત આપતા આ નિર્ણયમાં નવ માસ માટે શાળા-સંસ્થાઓની બસોનો મોટર વાહન વેરો વ્હીકલ ટેક્ષ માફ કરવાની જાહેરાત સરકાર તરફથી આજ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણય અનુસાર, રાજયમાં શૈક્ષણિક સંસ્થાઓ/ સ્કૂલોના નામે નોંધાયેલી અને ચાલતી અને તા.૧ એપ્રિલ- ર૦૧૭ પહેલા રજિસ્ટ્રર્ડ થયેલી બસો માટે તા.૧ એપ્રિલ-ર૦ર૦થી તા.૩૧ ડિસેમ્બર ર૦ર૦ સુધીના સમય માટેનો મોટર વાહન વેરો-વ્હીકલ ટેક્ષ માફ કરવામાં આવ્યો છે. આવી સ્કૂલ બસો આ સમયગાળા દરમ્યાન અન્ય કોઈ વ્યાપારીક પ્રવૃતિ માટે ઉપયોગમાં કે વપરાશમાં લેવામાં આવી નથી તેની ચકાસણી કર્યા બાદ તેને નોનયુઝ તરીકે વેરા માફી આપવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ રાજયની આવી શૈક્ષણિક સંસ્થાઓ અને સ્કૂલો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપતા તેમણે આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ કોવિડ-૧૯ની મહામારીની સ્થિતિમાં શાળા-કોલેજાે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેલા હોવાથી તેમની બસોને મોટર વ્હીકલ ટેક્ષના ભારણમાંથી રાહત આપતા આ મહત્વપૂર્ણ કર્યો છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પોતાની માલિકીની બસો ધરાવતી હોય અને તે તા.૧-૪-ર૦૧૭ પહેલા રજિસ્ટ્રર્ડ કરવામાં આવી હોય તેવી સ્કૂલ બસોમાં વાર્ષિક રૂા.ર૦૦ પ્રતિસીટ પ્રમાણે મોટર વ્હીકલ ટેક્ષ વસુલવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews