કોરોનાની રસીઓના ક્લિનિકલ ટ્રાયલના ડેટા જાહેર કરવા જાેરદાર માગ, કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા

0

પ્રથમ સ્વદેશી કોરોના રસી કોવેક્સિન તેમજ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા રસી કોવિશિલ્ડની ભારતમાં તેની મર્યાદિત-વપરાશની મંજૂરી અંગે કોંગ્રેસ પાર્ટીના એક વિભાગ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે. જ્યારે કેટલાક નિષ્ણાતો મંજૂરી પ્રક્રિયાને અપારદર્શક ગણાવતા બંને રસીઓના ક્લિનિકલ ટ્રાયલ ડેટાને જાહેર કરવાની માગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, કોવેક્સિન અને કોવિશિલ્ડથી લઈને ભારત બાયોટેક અને એસ્ટ્રાઝેનેકા સુધીના ક્લિનિકલ ટ્રાયલ્સમાં મેળવેલા ડેટા જાહેર કરવા જાેઈએ, જેથી તેનું સ્વતંત્ર મૂલ્યાંકન કરી શકાય. જેનાથી કોઈ પણ ભયની આશંકાને લઈને દૂધનું દૂધ અને પાણીનું પાણી શક્ય બનશે. ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ બાયોએથિક્સન ભૂતપૂર્વ પ્રમુખ ડો.અનંત ભાને જણાવ્યું હતું કે, ‘ભારત સિવાય ફક્ત રશિયા અને ચીને મેડીકલ ડેટા જાહેર કર્યા વિના તેમની રસીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું, નિયમનકારી પ્રક્રિયામાં વિશ્વાસ બનાવવો મહત્વપૂર્ણ છે, પરંતુ અહીં ઘણા ડોકટરો મૂંઝવણમાં છે અને પૂછે છે કે કઇ રસી કામ કરશે. જે રીતે મંજૂરી આપવામાં આવી છે તેના ઉપર વિશ્વાસ કરી શકાતો નથી અને જે પ્રકારની ભાષા વપરાઈ છે તે કાયદા આધારિત નથી પરંતુ રચનાત્મક તબીબી પ્રક્રિયા લાગે છે’ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)ની પ્રેસ કોન્ફરન્સમાં જે માહિતી જાહેર થવાની અપેક્ષા હતી તે આપવામાં આવી નથી અને પ્રશ્ન પૂછવા માટે પણ અનુમતિ ન મળી. ઓલ ઈન્ડિયા ડ્રગ એક્શન નેટવર્કની માલિની આઇસોલાએ જણાવ્યું હતું કે, બંને કોરોના રસીઓને મંજૂરી આપવાના કિસ્સામાં ડીજીસીઆઈએ કાયદાની કઈ વિશિષ્ટ જાેગવાઈઓ હેઠળ ઈમરજન્સીના મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી છે તે હેઠળ જણાવ્યું નથી. ઉપરાંત, શરતોનો કોઈ ઉલ્લેખ નથી કે જેના આધારે આ મંજૂરી આપવામાં આવી હતી. એઆડીએએનએ એક નિવેદન બહાર પાડીને ડીજીસીઆઈને તમામ ડેટા અને વિશ્લેષણ જાહેર કરવા માંગ કરી છે જેના આધારે કોવેક્સિન અને કોવિશિલ્ડ માટે મર્યાદિત ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે, એકવાર ડેટા જાહેર થયા પછી, તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શકાય છે. એઆડીએએનની સાથે-સાથે દેશના પ્રતિષ્ઠિત રસી નિષ્ણાત ડો. ગગનદીપ કાંગે પણ દાવા ઉપર સવાલ ઉઠાવ્યા છે કે, કોવેક્સિન બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે પણ અસરકારક રહેશે. તેમણે કહ્યું કે આ દાવાની પુષ્ટિ કરવા માટે કોઈ વૈજ્ઞાનિક ડેટા આપવામાં આવ્યો નથી. રોગચાળાના નિષ્ણાંત ડો.ગિરિધરબાબુએ સવાલ કર્યો હતો કે, યુનાઇટેડ સ્ટેટ્‌સ અને બ્રિટનની નિયમનકારી સંસ્થાઓ જે રીતે રસીને માન્યતા આપી હતી તેના આધારે દસ્તાવેજાે કેમ પૂરા પાડવામાં આવતા નથી. બીજી તરફ ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિક્સના સંપાદક ડો.અમર જિશાનીએ પૂછ્યું કે, એક્સપર્ટ કમિટીએ બંને રસીઓના ઉપયોગને કયા સ્થાનિક ચુસ્ત ડેટાના આધારે મંજૂરી આપી છે ? આ ચિંતાજનક છે કે ભારત બાયોટેકને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ નથી મળી રહ્યા અને કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ, સ્ટેડફોર્ડશાયર યુનિવર્સિટીના ફિઝિશિયન, સંશોધનકાર અને વિઝિટિંગ પ્રોફેસર ડો.જે.એન.રાવે જણાવ્યું હતું કે, ‘ભારત બાયોટેકના ત્રીજા તબક્કાના ઓછામાં ઓછા પ્રારંભિક પરિણામો સુધી આપણે રાહ જાેવી જાેઈતી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews