સાતમા પગાર પંચ સહિતના લાભો ન મળતા ર૧ જાન્યુઆરીએ જેટકો પીજીવીસીએલના કર્મચારીઓ માસ સીએલ ઉપર જશે

0

ર૧ જાન્યુઆરીએ ગુજરાતભરના વીજ કર્મીઓ એક દિવસની માસ સીએલ ઉપર ઉતરી જવાના છે. ત્યારે જૂનાગઢમાં પણ વીજકર્મીઓ માસ સીએલ ઉપર ઉતરી લડતને પોતાનો ટેકો જાહેર કરશે. આ અંગે જીઈબીના એડીશ્નલ જનરલ સેક્રેટરી એચ.જી. વઘાસીયાએ જણાવ્યું હતું કે, સાતમાં પગાર પંચ હેઠળના મળવા પાત્ર આનુષંગિક લાભો, ભથ્થાનું ચુકવણું થયું નથી. ત્યારે આ મુદ્દાને લઈ મળેલી કોર કમિટીની બેઠકમાં ગુજરાત રાજયના પપ,૦૦૦ વીજકર્મીઓએ ર૧ જાન્યુઆરીએ માસ સીએલ ઉપર ઉતરી જવાનું નકકી કરાયું છે. ત્યારે આ લડતને ટેકો આપવા જૂનાગઢ જીલ્લાના કર્મીઓ પણ જાેડાશે. દરમ્યાન જેટકો અને પીજીવીસીએલના જૂનાગઢ જીલ્લાના ર,૦૦૦ જેટલા કર્મીઓ અને અધિકારીઓ માસ સીએલ ઉપર ઉતરી જશે. વીજકર્મીઓ માસ સીએલ ઉપર ઉતરી જતા કોઈપણ વીજ ફોલ્ટ સર્જાશે અને વીજ પુરવઠાની સપ્લાય બંધ થઈ શકે છે. જાે મોટી લાઈનનો ફોલ્ટ સર્જાશે તો અંધારપટ્ટ પણ થઈ શકે છે. ર૦૦ તેમજ ૪૦૦ કેવીમાં ટ્રીપીંગ આવશે તો કાસ્કેડ ટ્રીપીંગ થઈ શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!