સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનું સંક્રમણઃગાંધીનગરમાં CM ઓફિસના ૧૧ કર્મચારીને કોરોના

0

સ્વર્ણિમ સંકુલના ત્રીજા માળે આવેલા મુખ્યમંત્રી કાર્યાલયના ૧૧ જેટલા કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ આવતા સીએમ ઓફિસમાં મુલાકાતીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. ચાર દિવસ અગાઉ આઇએસઓ-૯૦૦૧ કંપનીના પ્રતિનિધિઓએ સીએમ ઓફિસની તમામ બ્રાન્ચની વિઝિટ લીધી હતી. આ પ્રતિનિધિઓ સાથે સીએમ ઓફિસના કેટલાક અધિકારી અને કર્મચારીઓ જાેડાયા હતા. ત્યારબાદ સીએમ ઓફિસના કર્મચારીઓમાં સંક્રમણ જાેવા મળ્યું હતું. સીએમ ઓફિસના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જાેકે, સંક્રમિત થયેલા તમામ કર્મચારીઓ એ-સિમ્પ્ટોમેટીક છે અને હોમ આઇસોલેશનમાં છે. સૂત્રોએ કહ્યું કે હાલ સીએમ ઓફિસમાં તમામ કામગીરી રાબેતા મુજબ ચાલુ છે અને અધિકારીઓ પણ આવે છે. તમામ કર્મચારીઓના ટેસ્ટ થયા બાદ અરજદારોને પ્રવેશ અપાશે. દરમ્યાન અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪૨ કેસ નોંધાવા સાથે ૨ દર્દીના મૃત્યુ થયા હતા. આ સાથે કુલ કેસનો ૫૫ હજારને પાર કરી ગયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૨૨૩૮ થયો છે. શહેરની હોસ્પિટલોમાં ૮૪ ટકા ખાનગી ખાલી છે. જ્યારે ૧૪૨ દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!