માંગરોળનાં શાપુર ગામે ભારતીય ફૌજમાંથી રિટાયર્ડ સૈનિકનું ભવ્ય સ્વાગત કરાયું

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળના શાપુર ગામના વતની આર્મી જવાન રમેશભાઈ પાંચાભાઈ ચાવડા છેલ્લા ૧૯ વર્ષથી આર્મીમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા અને છેલ્લે ફરીદકોટ ફરજ બજાવી રહ્યા હતા. ૧૯ વર્ષથી દેશની રક્ષા કરી રહેલા ફૌજી રમેશભાઈ ચાવડા નિવૃત થતા પોતાના માદરે વતન શાપુર ગામે આવતા તેમના પરીવાર તેમજ શાપુરના ગામના લોકો દ્વારા તેમનું કુમકુમથી તિલક કરી ડી.જે.ના તાલ સાથે હર્ષોલ્લાસથી સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગામના આગેવાનો અને પરિવારો દ્વારા ફુલહારથી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે રબારી સમાજના અગ્રણી દાનાભાઈ ખાંભલાએ હાજરી આપી આર્મી જવાન રમેશભાઈનું શાલ ઓઢાડી ખૂબ ઉત્સાહથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!