બાદલપરા મુકામે કોરોના વોરીયર્સનું સન્માન કરાયું

વેરાવળના બાદલપરા ખાતે શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર તથા સ્વ.રાહુલભાઈ રામભાઈ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જીલ્લાના કોરોના કર્મયોગી આરોગ્ય કર્મચારીઓનો સન્માન સમારંભ યોજાયો હતનો. ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને અને નાયબ જીલ્લા પોલીસ અધિકારી શ્રી પરમાર, જીલ્લા આરોગ્ય અધિકારી વેરાવળ, મામલતદારશ્રી વેરાવળની હાજરીમાં ગીર સોમનાથ જીલ્લાના કોરોના વોરિયર્સોનું આકાશમાં પુષ્પવર્ષા કરીને સન્માન કરાયેલ હતું. આ પ્રસંગે તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે જીલ્લા કલેકટર, નાયબ પોલીસ અધિકારી, આરોગ્ય અધિકારી તથા મામલતદાર સહીત જીલ્લાના તમામ કોરોના વોરિયર્સોનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરાયેલ હતું. આ પ્રસંગે ગામ લોકો તથા અન્ય લોકો ખાસ ઉપસ્થિત રહયા હતા. હાજર રહેલા તમામનો અમર શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર તથા સ્વ. રાહુલ બારડ મોેમેરીયલ પરિવાર દ્વારા આભાર માનવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!