માણાવદર તાલુકાના નાકરા ગામના યુવાનોએ બે હજાર વૃક્ષોનું વાવેતર કર્યું

0

માણાવદર તાલુકાના નાકરા ગામના યુવાનોએ રૂા.૧.૨૫ લાખ જેટલો ખર્ચ કરી બે હજાર જેટલા વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું છે. ગામને હરિયાળુ બનાવવુું પાંચ હજાર વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા સંકલ્પ કર્યો છે. માણાવદર તાલુકાના બાંટવા નજીક આવેલા નાકરા ગામના મઢી પરિવાર સામાજીક ગ્રુપના યુવાનોએ ગામના તમામ રસ્તા, હાઈસ્કૂલ, ખરાબાની જમીન સહિતના સ્થળોએ વડલો, પીપળો, પીપળ, ઉબરો, અર્જુન, ગુંદ, રાવણા, બોરસલી જેવા વૃક્ષોના બે હજાર જેટલા રોપાઓનું વાવેતર કરી તેનો ઉછેર કર્યો છે. ઉનાળામાં દર દસ દિવસે વૃક્ષોને પાણી પણ આપવામાં આવે છે. આ યુવાનોના ગ્રુપે નાકરાને હરિયાળુ બનાવવા માટે પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરવા સંકલ્પ કર્યો છે. વૃક્ષારોપણ કરનાર હરેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા સપ્તાહ કરી તેનું ડ્રોન કેમેરાથી શૂટિંગ કરાયું હતું ત્યારે વૃક્ષો કયાંય નજરે પડયા નહતા આથી વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!