જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન કિરીટભાઈ પટેલે માર્કેટીંગ યાર્ડનું સુકાન સંભાળતાની સાથે જ ખેડૂતોનાં વિકાસઅર્થે અને ખેડૂતલક્ષી કામગીરી શરૂ કરી દીધેલ છે. શાકભાજી, ફળફળાદી સબ યાર્ડમાં પોતાની જણસી વેંચવા માટે આવતા ખેડૂતોને પ્લેટફોર્મમાં વ્યવસ્થિત જગ્યા મળી રહે અને કોઈપણ મુશ્કેલી વગર ખેડૂતો પોતાનાં શાકભાજી, ફળફળાદી વેંચી શકે તે માટે ખેડૂત ઓળખ કાર્ડ આપવાની જાહેરાત કરી છે. જેની અમલવારી પણ તાત્કાલીક કરવાની હોય તો જે ખેડૂત મિત્રોએ ઓળખકાર્ડ માટે આધાર પુરાવા આપ્યા હોય તે ખેડૂત મિત્રોને તા.૭-૧-ર૦ર૧ને ગુરૂવારનાં રોજ બપોરનાં ૩ઃ૦૦ કલાકે મુખ્ય માર્કેટીંગ યાર્ડમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. ચેરમેન કિરીટભાઈ પટેલ હાજર રહી તેઓનાં વરદ હસ્તે ઓળખકાર્ડ એનાયત કરશે એમ સેક્રેટરી પી.એસ. ગજેરાની યાદીમાં જણાવવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews