જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લુઇ બ્રેઇલના જન્મદિવસની ઉજવણી કરાઈ

0

જૂનાગઢમાં આજે અંધકન્યા છાત્રાલય દ્વારા લુઇ બ્રેઇલનાં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અંધકન્યા છાત્રાલય દ્વારા યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા, લુઇ બ્રેઇલ, વંદના બ્રેઇલ લેખન સ્પર્ધા અને બ્રેઇલ વાંચન સ્પર્ધામાં સંસ્થાની અંધ બહેનોએ ભાગ લઈ લુઇ બ્રેઇલના જન્મદિવસની ઉજવણી કરી હતી. સંસ્થાના પ્રમુખ મનસુખભાઇ વાજાએ લુઇ બ્રેઇલ વિષે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. લુઇ બ્રેઇલના જીવન ચરિત્ર વિષે મુકેશગીરી મેઘનાથીએ ઝાંખી કરાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવ સંસ્થાના ટ્રસ્ટી શાંતાબેન બેસ, અરવિંદભાઈ મારડીયા, કિરણબેન ડાંગર, બટુકબાપુ, અલ્પેશ પરમાર, સંતોષબેન મુન્દ્રા, મનોજભાઈ સાવલિયા, દક્ષાબેન તેમજ કાઠી જ્ઞાતિના અગ્રણી ભરતભાઈ વાંક વગેરેએ ઉપસ્થિત રહીને સ્પર્ધકોને પ્રોત્સાહીત કર્યા
હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews