જૂનાગઢમાં બ્રેઈલ લીપિનાં સર્જક લુઈ બ્રેઈલના જન્મદિનની ઉજવણી

0

સમગ્ર શિક્ષા જૂનાગઢનાં આઈઇડી વિભાગ દ્વારા બ્રેઈલ લીપીના સર્જક લુઈ બ્રેઈલનાં જન્મ દિવસની ઉજવણી ઓન લાઇન વચ્ર્યુઅલ ક્લાસ રૂમના માધ્યમથી કરવામાં આવી હતી. ૪ જાન્યુઆરી, ૧૮૦૯ માં જન્મેલા લુઈ બ્રેઈલએ એક અકસ્માતમાં આંખ ગુમાવી હતી પરંતુ તેઓએ હિંમત ન હારી અને અંધ લોકો સમજી અને વાંચી શકે તેવી ઉપસતા ટપકા વાળી બ્રેઇલ લિપિ નું સર્જન કર્યું. આ ભાષાનો પ્રયોગ તેમના મૃત્યું પર્યંત થયો છતાં આજે સમગ્ર વિશ્વના પ્રજ્ઞાચક્ષુ લોકો આ લિપિની સહાયથી લખી વાંચી શકે છે અને દરેક વાતને સમજી પણ શકે છે. આજે એમના જન્મદિવસની ઉજવણી પ્રસંગે જૂનાગઢ જિલ્લાના આઈઈડી વિભાગ દ્વારા ઓનલાઇન વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્ય્મિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ઉપાધ્યાય, જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત સાડા ત્રણસો જેટલી વ્યક્તિઓએ ઉજવણી કરી હતી જેમાં વિદ્યાર્થીઓએ લુઈ બ્રેઈલ પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમને ઉડવા માટે પાંખ અને સમજવાની શાખ આપી છે તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે તેમજ આ અંધજનો માટે ઉપયોગી બ્રેઈનલીપીની ભાષાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સમાજના લોકોને પણ અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા આઈઇડી કોઓર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યા દ્વારા જહેમત ઉઠાવાઈ
હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!