શિક્ષણ બોર્ડે ધો.૧૦ અને ૧૨ (સામાન્ય) અને ધો.૧ર(વિજ્ઞાન)ની પરીક્ષાનું ફી માળખું જાહેર કર્યું

0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૧માં લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ તથા ધો.૧૨ સાયન્સની પરીક્ષાની ફી જાહેર કરવામાં આવી છે. ગત વર્ષે જ બોર્ડ દ્વારા ફીમાં વધારો કર્યો હોવાથી ચાલું વર્ષે કોઈ વધારો કરાયો નથી. બોર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી લેવામાં આવતી ન હોવાથી તેમને ફીમાંથી મુક્તિ મળશે. નિયમિત વિદ્યાર્થીઓ માટેની ધો.૧૦ની ફી રૂા. ૩૫૫ રહેશે. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં રૂા. ૪૯૦ અને ધો.૧૨ સાયન્સમાં રૂા. ૬૦૫ની ફી વસૂલ કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૧માં લેવાનારી પરીક્ષા માટેની ફીના ધોરણો બોર્ડ દ્વારા નક્કી કરી દેવામાં આવ્યા છે. તે મુજબ નિયમિત વિદ્યાર્થીઓ ઉપરાંત રિપિટર વિદ્યાર્થીઓ માટે લેવાતી પરીક્ષા ફી જાહેર કરવામાં આવી છે. ધો.૧૦માં રિપિટર વિદ્યાર્થીઓની એક વિષયની ફી રૂા.૧૩૦ નક્કી કરાઈ છે. જ્યારે ત્રણ કરતા વધુ વિષયની ફી રૂા. ૩૪૫ રહેશે. ધો.૧૦માં ખાનગી વિદ્યાર્થીઓએ રૂા. ૭૩૦ની ફી ભરવાની રહેશે. આ જ રીતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂા. ૪૯૦ રહેશે. જ્યારે ખાનગી વિદ્યાર્થી માટેની ફી રૂા. ૮૭૦ નક્કી કરાઈ છે. ધો.૧૨ સાયન્સની પરીક્ષા ફીમાં ગત વર્ષે વધારો કરાયા બાદ ચાલું વર્ષે કોઈ ફેરફાર કરાયો નથી. ધો.૧૨ સાયન્સમાં એક વિષયની ફી રૂા. ૧૮૦ રાખવામાં આવી છે. જ્યારે ત્રણ વિષય કરતા વધુ વિષયની ફી રૂા. ૬૦૫ કરવામાં આવી છે. જ્યારે પ્રાયોગિક વિષયની પરીક્ષા ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત એક વિષયની પ્રાયોગિક ફી રૂા. ૧૧૦ લેવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. આમ, ૩ વિષયની પ્રાયોગિક પરીક્ષા માટે હવે વિદ્યાર્થીઓને રૂા. ૩૩૦ ભરવા પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews