વચગાળાના જામીન મેળવી ૬ મહિનાથી નાસતા ફરતા ફરાર આરોપીને ઝડપી લેતી ફર્લો સ્કવોર્ડ

0

જૂનાગઢ જેલમાંથી જામીન મેળવી ફરાર થયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી લીધો છે. બાદમાં આરોપીને જીલ્લા જેલમાં ધકેલી દેવાયો છે. જામીન ઉપર છુટી ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા ગાંધીનગર સ્થિત પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઈમ અને રેલવે દ્વારા સુચના કરાઈ હતી. બાદમાં જૂનાગઢના રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શનમાં પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ આર.એ. બેલીમ અને ટીમે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જૂનાગઢ જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન મેળવી ૬ મહિનાથી મહેન્દ્ર લાલજીભાઈ સોલંકી નામનો આરોપી ફરાર થયો હતો. આ આરોપી સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે હોવાની બાતમી મળતા તેને ઝડપી લઈ જીલ્લા જેલમાં મોકલી દેવાયો છે. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા હજુ પણ ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews