બામણગઢની સીમમાં વસવાટ કરતા દિપડાને પાંજરે પૂરવા અને દિવસ દરમ્યાન વિજ પૂરવઠો આપવા રજૂઆત

0

ભેંસાણના બામણગઢની સીમમાં ઉબેણ ડેમ અને ચાંદલીયાધાર પાસે ખેતર અને વાડીના શેઢે છેલ્લા કેટલાક સમયથી દિપડો અને સિંહ પરિવાર વસવાટ કરી રહેલ છે. ખેતરમાં વસવાટ કરતા લોકો, આજુબાજુના અન્ય ખેડૂતો તેમજ ગામ લોકોને જાનહાનિનો ભય હોય દિપડાને પાંજરે પુરવા તેમજ બામણગઢની સીમમાં દિપડા, સિંહના વસવાટને કારણે જાહેર હિતને ધ્યાને લઈ કામચલાઉ ધોરણે દિવસ દરમ્યાન ખેતીનો વિજ પુરવઠો આપવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય ડો. પ્રિયવદન કોરાટે જૂનાગઢ જિલ્લા કલેકટર અને અધિક્ષક ઈજનેર, પીજીવીસીએલ, જૂનાગઢને પત્ર પાઠવી કાર્યવાહી હાથ ધરવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews