ઉનાનાં ગાંગડા ગામે સરકારી ગ્રાન્ટની ઉચાપત, તપાસની માંગ

0

ઊનાના ગાંગડા ગામમાં થયેલા વિકાસના કામોની સરકારી ગ્રાન્ટની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવેલ હતી તે રકમ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તેમના મળતીયા દ્વારા બેંક ખાતામાંથી ઉચાપત કરી લાખો રૂપિયાની રકમ ચેકથી રોકડ ઉપાડી ચાઉં કરી ગયા હોવાની ગામના ઉદયસિંહ ગોહીલ સહીતના ગામ લોકોએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી તટસ્થ તપાસ કરવા માંગણી કરેલ છે. ગાંગડા ગામે વિકાસના કામો કરવા સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી હોય તેમાં સરપંચ અને તેના મળતીયા દ્વારા વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૯ સુધીમાં એલઇડી, પીવીસી પાઇપની ખરીદી કરી બોગસ બીલો બનાવી જુદી-જુદી તારીખોમાં રૂા.૧૨ લાખથી વધુની રકમ બેંક ખાતામાંથી રોકડ રકમ ચેકથી ઉપાડી ગેરરીતી આચરવામાં આવેલ હોય જે સરકારી ગ્રાન્ટની રકમની ઉચાપત કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરેલ હોય, ગ્રામ પંચાયતના સરપંચ અને તેના મળતીયા ગણાતા છોટુભાઈ હસનાણી તેમજ બહાદુરસિંહ ચૌહાણ સહીત એકસંપ કરી ચેકથી રોકડ રકમ ઉપાડ કરેલ હોવા છતાં આજ સુધી સ્થાનિક અધિકારી કે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવેલ નથી. આમ સરકારી ગ્રાન્ટના નાણાંની ઉચાપત કરી દુરઉપયોગ કરનાર સામે જવાબદાર અધિકારી દ્વારા તટસ્થ તપાસ કરવા ગીર-સોમનાથ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews