પશ્ચિમ બંગાળમાં ભાજપનો ખેલ બગાડવા માટે શિવસેના કરશે એન્ટ્રી, લડી શકે છે ૧૦૦ બેઠકો ઉપર ચૂંટણી

0

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે. આ સાથે ભાજપ, તૃણમુલ કોંગ્રેસ, લેફટ પાર્ટીઝ અને કોંગ્રેસની સાથે સાથે એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ ઘમાસાણ વચ્ચે શિવસેના પણ પશ્ચિમ બંગાળમાં પોતાની હાજરી નોંધાવવા માટે ઉતરવાનો સંકેત આપી રહી છે. શિવસેના આ ચૂંટણીમાં ૧૦૦ બેઠકો ઉપર ઉમેદવાર ઉતારી શકે છે. એક અહેવાલ અનુસાર, ચૂંટણીને ધ્યાને રાખતા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ શકે છે. શિવસેના કોલકાતા, હુગલી, દમદમ સહિતનાં વિસ્તારોમાં પોતાનાં ઉમેદવારો ઉતારી શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews