સોરઠ પંથકમાં આવેલી નદીઓમાં કેમીકલયુકત દુષિત પાણીને લઈને ભારે વિરોધનાં સુર ઉઠવા પામેલ છે. ખાસ કરીને જેતપુરનાં ડાઈંગ ઉધોગ દ્વારા કેમીકલ યુકત પાણી છોડવામાં આવતું હોય જેને લઈને નદીઓમાં પ્રદુષણ ફેલાઈ રહયું છે. આ પ્રદુષણને કારણે પાણી લાલ રંગનું થઈ જતું હોય છે. આ પાણી પીવાલાયક પણ નથી તેમજ પ્રદુષિત પાણીને લઈને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં બોર અને કુવાના તળને પણ અસર કરે છે. લોકો અનેક પ્રકારનાં રોગોના શિકાર પણ બની રહયા છે. આ બાબતે ઘણાં લાંબા સમયથી વિરોધનો સુર ઉઠવા પામેલ છે. દરમ્યાન નદીઓને પ્રદુષિત થતી અટકાવવાના મામલે ખેડુત હિતરક્ષક સમિતીએ ગામ લોકો સાથે મળી બાવન ગામમાં નદીનું પૂજન કરી અને જાેરદાર વિરોધ દર્શાવ્યો હતો. આજે બાવન ગામનાં લોકોએ નદીઓનુ્ં પૂજન કર્યુ હતું. અને નદીને પ્રદુષિત થતી અટકાવવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews