Sunday, July 25

જૂનાગઢ : સિંધી વેપારીનું અપહરણ અને ખંડણી કેસના આરોપીઓ બે દિવસના રિમાન્ડ ઉપર

0

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે વહેલી સવારે ચાર વાગ્યે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે ૧૦ મિનિટ લઈ જવાનું જણાવી, વેપારી રોશનભાઈ હરેશભાઇ ખાનવાણી સિંધીના ભાઈ નિમેષ હરેશભાઇ ખાનવાણી સિંધી (ઉ.વ. ૨૧) નું અપહરણ કરી, લઈ જઈ, રૂા. ૧૦,૦૦,૦૦૦ની ખંડણી માંગતા, જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઈ હતી. આ કેસમાં જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, સિંધી વેપારીને અપહારણકારોની ચુંગાલમાંથી છોડાવ્યો હતો પરંતુ આરોપીઓ નાસી ગયા હતા. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરમાંથી અપહરણ થયેલ ભવનાથ વિસ્તારના નિમેષ હરેશભાઇ સિંધીની તપાસ બનાવની ગંભીરતા આધારે તેમજ આ પ્રકારના બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ટીમને સુચના આપવામાં આવી હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસની સ્થાનિક ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા તથા સ્ટાફના વિક્રમભાઈ,સાહિલભાઈ, દીપકભાઈ,રાજુભાઇ ઉપાધ્યાય, રામદેભાઈ, ડાહ્યાભાઈ, દીપકભાઈ બડવા, કરશનભાઇ, મહેન્દ્રભાઈ ડેર સહિતની પોલીસ ટીમ દ્વારા સતત આરોપીઓની હલચલ ઉપર નજર રાખી, બાતમી આધારે ઉપલેટા પંથકમાંથી, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ ભાયો ઉર્ફે ભાવેશ આલાભાઈ બઢ (જાતે રબારી ઉ.વ. ૨૩ રહે. ઢાંક ગામ, દિલીપ મિલ પાસે તા. ઉપલેટા જી. રાજકોટ)ને રાઉન્ડ અપ કરી, પકડી પાડી, જૂનાગઢ ખાતે લાવી, અપહરણ અને ખંડણી માંગવાના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી અપહરણ થયેલ યુવાન નિમેષ સિંધીને તો તાત્કાલિક છોડાવ્યો હતો, પરંતુ આ ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓને પણ ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢ પોલીસ દ્વારા આ ગુન્હામાં વપરાયેલ અલ્ટો કાર કિંમત
રૂા. ૧,૫૦,૦૦૦ જે તે વખતે કબજે કરવામાં આવી હતી. જ્યારે હાલમાં પકડાયેલ આરોપીઓની કબૂલાત મુજબ આ ગુન્હાનો મુદામાલ પકડવાના બાકી આરોપીઓ, મુખ્ય સૂત્રધાર નાજા દાસાભાઈ કરોતરા (જાતે રબારી) તથા જસકુ જીતુભાઇ હુદળ (જાતે કાઠી) પાસે હોવાની કબૂલાત કરેલ છે. પકડાયેલ બંને આરોપીઓ અપહૃતને ઉપલેટા લઈ ગયા પછી વાહન મુકવામાં, અપહૃતને પવન ચક્કી ખાતે રાખવામાં, અપહૃતને હોટલ ઉપર ઉતારવા બાબતે મદદગારી કરી હોવાની કબૂલાત કરેલ છે. પકડાયેલ બંને આરોપીઓએ આ ગુન્હામાં ડોક્ટર નામનો જૂનાગઢનો આરોપી સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરવામાં આવતા, પોલીસ દ્વારા આ આરોપીની વિગત એકત્રિત કરવાનું પણ ચાલુ કરવામાં આવેલ છે. ભવનાથ પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં રહેલ આરોપીને કોર્ટમાં રજૂ કરતા, રીમાન્ડ હોમ રાજકોટ ખાતે મોકલી આપવા હુકમ કરતા, રાજકોટ રીમાન્ડ હોમ ખાતે મોકલી આપેલ છે. જ્યારે આરોપી ભાયો ઉર્ફે ભાવેશ આલાભાઈ બઢ (જાતે રબારી) વિરૂધ્ધ ખંડણી માટે પોલીસ તરીકે ઓળખ આપી, અપહરણ કર્યાના ગુન્હામાં ધરપકડ કરી, પકડાયેલ આરોપીઓ ભૂતકાળમાં કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ ? આ સિવાય કોઈ બીજા ગુન્હાઓ આચારેલા છે કે કેમ? વિગેરે બાબતે પૂછપરછ હાથ ધરી, કોર્ટમાં રજૂ કરી, બે દિવસના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!