જૂનાગઢ સહિત ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું આક્રમણ ડિસેમ્બર માસ દરમ્યાન સતત રહયું હોય અને જાન્યુઆરી માસમાં પ્રથમ સપ્તાહમાં ઠંડીનું જાેર રહયું હતું અને જેને લઈને જનજીવન પ્રભાવિત રહયું છે. દરમ્યાન ગઈકાલે ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ સુસવાટા મારતાં પવનનો દોર ચાલુ રહયો હતો. જેને લઈને લોકો દિવસ દરમ્યાન ગરમ વસ્ત્રો લપેટીને જાેવા મળી રહયા હતાં. આજથી વાતાવરણમાં ફેરફાર નોંધાયો છે. ઝાકળભર્યુ વાતાવરણ, વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી ઘટી છે અને તાપમાનનો પારો ઉંચકાયો છે. આજે જૂનાગઢ શહેરનું તાપમાન મેકસીમમ ૧ર.૦૮ રહયું છે. મીનીમમ તાપમાન ૧૧.૦૧ છે, ભેજનું પ્રમાણ ૭૦ ટકા છે અને પવનની ગતિ ૪.૬ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews