જૂનાગઢ શહેરમાં સુસવાટા મારતો ઠંડા પવન ફૂંકાઈ રહ્યો છે. બુધવારે ૬.૯ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની ઝડપ વધી ગઈકાલે ૮.૬ કિ.મી./કલાકની રહી હતી. છેલ્લા ત્રણ દિવસથી ઠંડા સુસવાટા મારતા પવનની ઝડપમાં ૪.૩ કિ.મી. નો વધારો નોંધાયો હોય જનજીવન પ્રભાવિત થયું છે. દિવસ દરમ્યાન ફુંકાતા પવનથી લોકો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે. દરમ્યાન ગઈકાલે લઘુત્તમ તાપમાન ૧૧.૧, મહત્તમ ર૭.૧ ડિગ્રી, ભેજનું પ્રમાણ સવારે ૭૦ ટકા અને બપોરે ૩૮ ટકા રહ્યું હતું અને ગિરનાર પર્વત ઉપર ૬.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે આજે મહત્તમભ ૧૭.૪, લઘુત્તમ ૧પ.૩ ડિગ્રી તાપમાન, ભેજનું પ્રમાણ ૪૭ ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક ૮.૮ની નોંધાઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews