જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ વિદ્યાર્થીનો આપઘાત : શોકની લાગણી છવાઈ

0

જૂનાગઢમાં આજે સવારે એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બનતા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ બનાવ અંગે પ્રાથમિક મળતી માહિતી અનુસાર જૂનાગઢનાં જવાહરરોડ ઉપર આવેલા સ્વામીનારાયણ મુખ્ય મંદિરનાં સંકુલમાં આવેલા કવાર્ટરોમાં સંતો નિવાસ કરે છે. તે પૈકીનાં એક સંતનાં નિવાસ એવા રૂમ નં.૧પમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બગસરા તાલુકાનાં પીપળીયા ગામનાં ઉત્સવ ઠુંમર (ઉ.વ.૧૭) જેના પરિવારજનો વાપી રહે છે. આ વિદ્યાર્થી છેલ્લા ચાર-પાંચ વર્ષથી જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ મંદિરનાં સંકુલમાં આવેલા સંતોનાં કવાર્ટરો પૈકી જે.પી. સ્વામીનાં કવાર્ટર નં.૧પમાં નિવાસ કરતો હતો. આ વિધાર્થી ધો.૧૦માં નાપાસ થયાં બાદ ફરી પરીક્ષાની તૈયારી કરતો હતો અને ટયુશન પણ લેતો હતો અને આગળ અભ્યાસ માટેની તૈયારી કરતો હતો.
આ વિધાર્થીના અચાનક મૃત્યુથી શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ બનાવ અંગે જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્યમંદિરનાં મહંત સ્વામી પ્રેમસ્વરૂપદાસજી મહારાજ (નવાગઢ)એ જણાવ્યું હતું કે, ઉત્સવ ઠુંમર નામનાં વિદ્યાર્થીએ આત્મઘાતી પગલું ભર્યુ છે તે ખુબજ દુઃખદ છે. ગઈકાલે વિદ્યાર્થીએ નિત્યક્રમ બાદ સાંજે બધા સાથે ભોજન પણ આરોગ્યું હતું. દરમ્યાન આજે સવારે મંગલા આરતી સમયે આ વિદ્યાર્થી જાેવા ન મળતાં તે જયાં નિવાસ કરતો હતો તે કવાર્ટર નં.૧પ ખાતે જે.પી.સ્વામીએ જઈ તપાસ કરતાં ઉત્સવ ઠુંમર નામનાં આ વિદ્યાર્થીએ ધોતીયું ગળે વિંટાળી અને હુંક સાથે લટકી જઈ જીવનનો અંત આણ્યો હોવાનું બહાર આવ્યું હતું. વિદ્યાર્થીનાં આપઘાતનાં બનાવની જાણ થતાં સંતગણ અને અહીંના રહેવાસીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સ્થળ ઉપર આવી અને વિદ્યાર્થીનાં મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવેલ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના વાલીઓને પણ આ બનાવ અંગે જાણ કરવામાં આવી છે. મૃતક વિદ્યાર્થીનાં આત્માને ભગવાન સ્વામીનારાયણ ચીરશાંતિ અર્પે તેવી અહીં બીરાજતા પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ તેમ મહંત સ્વામીએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews