જૂનાગઢ જીલ્લામાં ધો.૧૦ અને ૧રની ૬૪૯ શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની કવાયત

0

ગુજરાતમાં સતત ૧૧ માસ સુધી શાળાઓ અને કોલેજાેનાં તાળા બંધ રહ્યા હતા અને આગામી દિવસો શાળા-કોલેજાે શરૂ કરવામાં આવનાર છે ત્યારે ગુજરાત રાજયનાં તમામ જીલ્લાઓમાં આ અંગેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ જીલ્લામાં ૬૪૯ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આ અંગે મળતી વિગત અનુસાર રાજય સરકાર દ્વારા ૧૧ જાન્યુઆરીથી ધો. ૧૦-૧ર ની શાળા શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં શાળા શરૂ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, રાજયના મંત્રી મંડળની મળેલ બેઠકમાં શિક્ષણને લઇને મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ૧૧ જાન્યુઆરીથી રાજયમાં ધો. ૧૦ અને ૧રની સ્કૂલ શરૂ કરવા દિશા નિર્દેશ આપ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ
ધો. ૧૦થી ૧રનું શૈક્ષણિક કાર્ય ૧૧ જાન્યુઆરીથી શરૂ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શ્રી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ધો. ૧૦ની ૧૮ સરકારી શાળાઓ તેમજ ૧પ૭ ખાનગી શાળા તેમજ રર૭ ગ્રાન્ટેડ ૪ આશ્રમ શાળા મળી કુલ ૪૦૬ શાળાઓ આવેલી છે જેમાં બધી શાળાઓની સંખ્યા કુલ રર૯પ૮ થાય છે અને ધો. ૧રની સરકારી ૧ર શાળાઓ તેમજ ૧૩ર ખાનગી તેમજ ૯૬ ગ્રાન્ટેડ શાળા અને ૩ આશ્રમ શાળા મળી કુલ ર૪૩ શાળાઓમાં કુલ ૧પરરપ વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે.
આ તમામ શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા જાણ કરવામાં આવી છે. સરકારે પરિપત્ર જારી કરી કોરોનાની ગાઇડ લાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું જણાવ્યું છે. જેમાં દરેક શાળામાં થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપી સેનેટાઇઝ થયા બાદ પ્રવેશ આપવો તેમજ શાળાઓ શરૂ કરતા પહેલા આરોગ્ય સ્વચ્છતા અને સલામતી પાલન કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ પરિપત્ર બહાર પાડી અમલવારી કરવા સુચનાઓ આપી છે. જેમાં શાળામાં સ્વચ્છતા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા વિવિધ કાર્યો માટે ટીમની રચના વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા શાળામાં પ્રવેશ અને બહાર જવાના સ્થાને શારીરીક અને સામાજીક અંતર પાલન થાય તે માટે સુનિશ્ચિત માતા, પિતા, વાલીઓ પાસેથી સંમતિ પત્રક લેવા સહિત સંખ્યાબંધ સુચના સાથે ૩ પાનાનો પરિપત્ર અમલવારીની તૈયારીઓ કરવા માટે કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews