જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં ઓડીટોરીયમ ખાતે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એક ખુબજ અગત્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જીલ્લાનાં નવ તાલુકાનાં સરપંચો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. અને માહિતીની આપ લે કરવામાં આવી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનાં ઢોલ ઢબુકયા છે અને શિયાળાની કડકડતી ઠંડીમાં રાજકીય પક્ષોમાં ગરમાગરમીનો માહોલ છે અને જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓની તૈયારીમાં પડી ગયા છે અને વિવિધ જીલ્લાઓનાં પ્રવાસે વિવિધ કાર્યક્રમ યોજાઈ રહયા છે. જયાં ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ સી.આર.પાટીલ આજે સોરઠનાં ટુંકા પ્રવાસે આવ્યા હતાં. આજે સવારે કેશોદ એરપોર્ટ ખાતે તેમનું જીલ્લા ભાજપનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા જીલ્લા ભાજપનાં મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં પદાધિકારીઓ દ્વારા ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કૃષિ યુનિવર્સિટીનાં ઓડીટોરીયમ ખાતે આવી પહોંચતા ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ અને મહામંત્રી સહિતનાં અગ્રણીઓ જાેડાયા હતાં. આ તકે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં. કૃષિ યુનિવર્સિટીનાં ઓડીટોરીયમ ખાતે યોજાયેલા આજનાં કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ પંચાયતનાં સરપંચ કે જે સરકારની સાથેની મુખ્ય જાેડતી કડી છે અને ગ્રામ્ય સ્તરે વધુને વધુ વિકાસ થાય, સરકારી યોજનાઓનો લોકોને પુરતો લાભ મળી શકે તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ. આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત માટેની કવાયતો હાથ ધરવામાં આવી હતી. આજે યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા ભાજપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews