એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમીતીની બેઠક મળી

0

ઉતરાયણ એટલે કે પતંગોનું પર્વ નજીક હોય, પતંગ પ્રેમીઓ આ તહેવારને ઉજવવા થનગની રહ્યા છે. ત્યારે વર્તમાન કોવિડ મહામારીની ગાઈડલાઇનનું પાલન થાય તેમજ શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આઝાદ ચોક ખાતે શાંતી સમિતિની બેઠક મળી હતી. જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન  પી.આઈ. ચૌધરી, બી ડીવીઝન પી.આઈ. રમાબેન સોલંકીની હાજરીમાં આયોજન થયું હતું. જેમાં શ્રી ચૌધરીએ તહેવારોમાં સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે, ધાબા ઉપર વધુ લોકો એકઠા ના થાય તેની કડકાઈપૂર્વક પાલન કરવું તેમ જણાવેલ. આ ઉપરાંત આગેવાનો તરફથી  સૂચનો કરવામાં આવેલ હતા. જેમાં સોહેલ સિદ્દીકી દ્વારા રેલવે સ્ટેશન પાસેનો એકજ દરવાજાે ચાલું હોય જેના લીધે ટ્રાફિકની સમસ્યામાં જટિલ બનતી હોય માટે ત્રણેય ગેટ ચાલુ કરાવવા સૂચન કરવામાં આવેલ હતા. જેનો પી.આઈ સોલંકી દ્વારા સ્વીકાર કરી યોગ્ય કરવા ખાત્રી આપેલ હતી. આ બેઠકમાં સી.પી.એમ.ના બટુકભાઈ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ઉપપ્રમુખ સફીભાઈ સોરઠીયા, નગર સેવક અશર્રફભાઈ થઈમ, એડવોકેટ નોટરી અશ્વિનભાઈ મણિયાર, જિશાન હાલેપોત્રરા, રમેશભાઈ બાવળિયા, દિપક લાલવણી, વહાબભાઈ કુરેશી, કેડી સગારકા, મુન્નાબાપુ, દાતારવાળા શાકિરભાઈ બેલીમ, સોહેલ સિદ્દીકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આઇ.બી.માં ફરજ બજાવતા ગિરિરાજસિંહ ઉર્ફે ગિરૂભાનું દુઃખદ અવસાન થતાં બે મિનિટ મોૈન પાળી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલ હતી.

error: Content is protected !!