ગિરનાર જંગલની ૨૨૦૦ ફુટ ઉંચાઇએ સ્થિત મોટી છીપ્પર સુધી ટ્રેકીંગ યોજાયું

0

જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા બિન નિવાસી પર્વતારોહણ તાલીમ કાર્યક્રમનું આયોજન તા.૧૦ જાન્યુઆરીને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં રમત-ગમત વિભાગના અધિકારી, કર્મચારી તથા વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો સહિત ૧૫ લોકોએ ૧ દિવસની પર્વતારોહણ તાલીમમાં ભાગ લઇ ગિરનાર જંગલની ૨૨૦૦ ફુટ ઉંચાઇ સ્થિત મોટી છીપ્પર સુધી ટ્રેકીંગ કર્યું હતું. બિન નિવાસી પર્વતારોહણ તાલીમ કાર્યક્રમ અંતર્ગત તા.૧૦ જાન્યુઆરીના રોજ ૧૫ વ્યક્તિએ સવારે ૭ઃ૩૦ કલાકે પંડિત દીન દયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતેથી તાલીમ શરૂ કરવામાં આવી હતી. ગિરનાર જંગલ સહિત ૨૨૦૦ ફુટ ઉંચાઇએ આવેલ મોટી છીપ્પર સુધી ટ્રેકીંગ કરી પહોંચ્યા હતા. જ્યાં ઇનસ્ટ્રકટર હિરેન રાજપુત દ્વારા આ તાલીમ અને એડવેન્ચર તેમજ ગિરનાર જંગલના પર્વતમાળા વિશે માહિતી આપી હતી. આ તાલીમમાં જૂનાગઢ જિલ્લા રમત-ગમત વિભાગના યુવા પ્રાંત વિકાસ અધિકારી હિતેશ ડાંગર અને ઉપેન્દ્ર રાઠોડ તથા વિવિધ શાળા-કોલેજના વ્યાયામ શિક્ષકો સહિત ૧૫ વ્યક્તિએ ભાગ લઇ પર્વતારોહણની તાલીમ સાથે ટ્રેકીંગનું માર્ગદર્શન મેળવ્યું હતું. ટ્રેકીંગની ટેકનીક શરીરનું સમતોલન સહીત બાબતો અંગે સમજણ આપવામાં આવી હતી. આ તાલીમમાં પ્રથમ વખત આવેલા ભરતભાઇ ભેટારીયાએ જણાવ્યું હતું કે, હું એક વ્યાયામ શિક્ષક છું. આજે પર્વતારોહણ તાલીમ મેળવી આનંદ થયો અને ટ્રેકીંગ કરી મારામાં આત્મવિશ્વાસ વધી ગયો છે. જ્યારે વી.પી.મધુડીયાએ જણાવ્યું હતું કે, પર્વતારોહણ તાલીમ કરવાથી પ્રાકૃતિક સૌદર્યનો આનંદ મળે તે ઉપરાંત તમારૂ સ્વાસ્થાય જળવાય રહે અને ખાસ તો તમારામાં આત્મ વિશ્વાસ વધી જાય છે. વિદ્યાર્થીઓને આ પર્વતારોહણની તાલીમ આપવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!