ભારત વેકસીનનો મોટો સપ્લાયર દેશ બની શકે છે

0

કોરોના મહામારી વચ્ચે વિશ્વને તેની વેકસીનની ભારે આતુરતા છે. એવામાં વેકસીનને લઈને અનેક દેશો ભારત તરફ નજર દોડાવી રહ્યા છે. ભારત વેકસીનનાં ઉત્પાદન અને તેની સપ્લાય માટે સજ્જ છે. બ્રાઝીલ, મોરક્કો, સાઉદી અરબ, મ્યાનમાર, બાંગ્લાદેશ, દ.આફ્રિકા જેવા દેશોએ ભારત પાસે સત્તાવાર રીતે વેકસીનની માંગણી કરી છે. સૂત્રોનાં કહેવા મુજબ કોરોના વેકસીનનાં વિતરણમાં ભારત સરકાર પોતાનાં પાડોશી દેશો જેમ કે બાંગ્લાદેશ, ભુટાન, શ્રીલંકા, નેપાળ અને અફઘાન જેવા દેશોને અગ્રતા આપશે. સૂત્રો કહે છે કે ભારત પહેલેથી જ કોરોના સામેની લડાઈમાં સોૈથી આગળ છે. ભારતમાં અત્યાર સુધીમાં બે વેકસીનને મંજુરી આપવામાં આવી છે. નેપાળે ભારત પાસે ૧ર મીલીયન ડોઝની માંગણી કરી છે, તો ભુટાને સીરમમાં બનેલ વેકસીનની ૧ મીલીયન ડોઝની માંગણી કરી છે. મ્યાનમારે પણ સીરમ સાથે એક ખરીદીનાં કોન્ટ્રાકટ ઉપર હસ્તાક્ષર કર્યા છે. બાંગ્લાદેશે કોવીશિલ્ડની ૩૦ મીલીયન ડોઝ માટે માંગણી કરી છે. માત્ર એશીયાના દેશો જ નહી પરંતુ વિશ્વનાં અનેક દેશોએ ભારત પાસે વેકસીનને લઈને સંપર્ક સાધ્યો છે. એવામાં ભારત વેકસીનનો એક મોટો સપ્લાયર દેશ બની શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews