ગુજરાત રાજયમાં ગત માર્ચ મહિનામાં ટુરીઝમ પોલીસીની મુદત પૂર્ણ થઈ હતી અને દરમ્યાન લોકડાઉન અને કોરોના સંક્રમણને લઈ આ જુની પોલીસી ૩૧ ડીસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ટુરીઝમ પોલીસીની જાહેરાત કરી છે. આ નવી પોલીસીમાં મેડીકલ અને વેલનેસ ટુરીઝમને અગ્રતા આપવામાં આવેલ છે અને તેને પુરતુ પ્રોત્સાહન મળી રહે એ માટે મેડીકલ અને વેલનેસ ટુરીઝમને મોટા સ્કેલ ઉપર લઈ જવાનું આયોજન છે. આ પોલીસી અંતર્ગત કેપીટલ સબસીડીનાં માપદંડ ઈન્ડસ્ટ્રી પોલીસી સમાન રખાયા છે. આ નવી પોલીસીથી નાના રોકાણકારોને પ્રોત્સાહીત કરાશે. આ નવી પોલીસીની મુદત ર૦ર૧ થી ર૦રપ સુધીની રખાય છે અને પ્રવાસન નિતીમાં રોજગારીને વધારવાનાં સઘન પ્રયાસો કરવામાં આવશે. ગુજરાતમાં ટુરીઝમ વિભાગનો વિકાસ થાય એ માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. નવી ટુરીઝમ પોલીસીથી દેશ-વિદેશનાં પર્યટકોનું આકર્ષણ ગુજરાત તરફ વધશે અને જેથી જીડીપીમાં પણ વધારો થશે એમ મનાય રહ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews