બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત સૂત્ર સ્પર્ધા યોજાઈ

0

બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહના ત્રીજા દિવસે મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન  હેઠળ  પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર  કેશોદ દ્વારા આંગણવાડી કેન્દ્ર ૪૯ માં જઈ કિશોરી ઓ માટે   બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર સ્પર્ધાનું આયોજન  કરવામાં આવ્યું તથા તેમને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા.  સરકારની કોવીડ ૧૯ ની ગાઈડ લાઈનને અનુસરીને બેટી બચાવો બેટી પઢાવો સાપ્તાહિક ઉજાણીના ભાગરૂપે કિશોરીઓને  શિક્ષણ, દીકરો દિકરી એક સમાન દીકરી જન્મને પ્રોત્સાહન તેમજ  કિશોરીઓના આરોગ્ય વિષે સમજણ આપવામાં આવેલ હતી.  આંગણવાડીવર્કર ધનાની સાહબનુંબેન, હેલ્પર અસ્મિતાબેન, મહિલા કાઉન્સેલર શારદાબેન મહિડા સાથે મળીને ગુજરાત સરકાર દ્વારા ચાલતી વહાલી દીકરી યોજના  વિષે વિસ્તૃત ચર્ચા કરી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વનસ્ટોપ સેન્ટર વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તેમજ ઘરેલું હિંસા, કામકાજના સ્થળે થતી જાતીય સતામણી, ડોમેસ્ટિક, ભરણ પોષણ અને મહિલા લક્ષી કાયદાકીય માહિતી આપવામાં આવેલ  હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!