કેશોદ : અગતરાયની વિનય મંદિર સ્કુલમાં શિક્ષણકાર્યનો પ્રારંભ

સતત દસ મહિનાઓથી કોરોના મહામારીને કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ હતું જેના કારણે બાળકો ઓન લાઇન શિક્ષણ મેળવી રહ્યા હતા પરંતુ લાંબા સમય સુધી આ વસ્તુ શક્ય ન હોવાના કારણે બાળકોના શિક્ષણ અને એના ભવિષ્યનો વિચાર કરી સરકાર દ્વારા તારીખ ૧૧-૦૧-૨૦૨૧ થી ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સાથે હાઇ સ્કૂલ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાની ગ્રામ્ય કક્ષાની શાળાઓમાં પણ બાળકોએ ઉત્સાહભેર ગઈકાલે પ્રથમ દિવસે શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. કેશોદ તાલુકાનાં અગતરાય ખાતે આવેલ વિનય મંદિર હાઇસ્કૂલમાં બાળકોનું થર્મલ ગનની મદદથી ટેમ્પરેચર તેમજ ઓકસો મીટરમાં બાળકોનું ઓક્સિજન લેવલ ચેક કરીને ઉમળકાભેર બાળકોને આવકારવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ શાળા માં પરત આવેલા વિધ્યાર્થીઓ ખુશખુશાલ જણાતા હતા

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!