જૂનાગઢનાં રાયજીબાગમાં રહેતા સોની વેપારીને તેનાં જ કારીગરે ‘બુચ’ મારી દીધું હતું અને રૂા. ૮ લાખનું સોનુ ઓળવી જઈ પલાયન થઈ ગયો હતો. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતીમાન કર્યા છે. જૂનાગઢનાં રાયજીબાગમાં રહેતા સુનીલભાઈ ધીરજલાલ રાજપરાએ શેખ રાજેશઅલી જમાલુદીન (રહે. નીયાલા એમપરા, જીલ્લો પંડવા, પશ્ચિમ બંગાળ) સામે પોતાની પેઢીમાં નોકરી કરતા હોય જેથી સોનાના દાગીના બનાવવા આપેલ સોનામાંથી ૧૬પ.૪પ૦ ગ્રામ સોનુ આશરે રૂા. ૮,રપ,૦૦૦ની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં આ બનાવની વધુ તપાસ એ ડીવીઝનનાં પીએસઆઈ જે.એચ. કછોટે હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews