લોહાણા મહાપરિષદના અધ્યક્ષ સતિષ વિઠ્ઠલાણીનું જૂનાગઢમાં ભવ્ય સન્માન : વિવિધ કાર્યક્રમો યોજાયા

0

લોહાણા મહાપરિષદના અધ્યક્ષ તરીકે સતિષભાઈ વિઠલાણીની નિમણુંક થયા બાદ તેઓએ ગુજરાત લોહાણા સમાજની એકતા, સંગઠન અને વિકાસની ધારા વહેતી રહે તે માટે તેમજ વધુને વધુ જ્ઞાતિબંધુનું સંગઠન મજબુત બને તેવું અભિયાન હાથ ધર્યું છે અને તેને અનુલક્ષીને વિવિધ શહેરોમાં લોહાણા મહાજનના અગ્રણીઓની મુલાકાત અને વિકાસશીલ મુદ્દે મંત્રણા અને ભાવિ કાર્યક્રમ અંગેની રૂપરેખાની જાહેરાત કરવામાં આવેલ છે. લોહાણા મહાપરિષદના અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણી જૂનાગઢના મહેમાન બનનાર હોય જેને લઈને લોહાણા સમાજ તેમજ તેને સંલગ્ન વિવિધ સંગઠનો, મહિલા સંગઠનો અને જ્ઞાતિજનોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તતો હતો અને તેઓનું શોભતું સામૈયું કરાયું હતું. લોહાણા મહાજનવાડી ખાતે ગઈકાલે એક શાનદાર કાર્યક્રમ યોજાયો હતો અને લોહાણા મહાજન તથા સંલગ્ન સંગઠનો દ્વારા સન્માન કરાયું હતું.

વૈશ્વિક સ્તરે લોહાણા સમાજનું પ્રતિનિધિત્વ કરતી લોહાણા મહાપરિષદના નવનિયુક્ત અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણી ગઈકાલે જૂનાગઢની મુલાકાતે  આવ્યા હતા. આ તકે લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોહાણા મહાજનવાડી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને શિક્ષણ, રોજગારી અને આરોગ્ય લક્ષી કામગીરી માં સહયોગ આપવા અને જુદી જુદી યોજનાઓ આપવાની મહત્વની બાબત નવા અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણી દ્વારા કહેવામાં આવી હતી. ગઈકાલે સાંજે જૂનાગઢ લોહાણા મહાજનવાડી ખાતે પધારેલા નવા અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણીનું લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ તથા મંત્રી નંદલાલભાઇ ચોલેરા અને અખીલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનાં સુપ્રિમો ગિરીશભાઈ કોટેચા તેમજ વિવિધ સંગઠનો અને અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આ ઉપરાંત ગીતાબેન કોટેચા દ્વારા સતિષભાઈ  સાથે આવેલા લોહાણા મહિલા પાંખના અધ્યક્ષ રશ્મિબેન વિઠલાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ લોહાણા મહાજનની ટીમના સભ્યોએ, લોહાણા મહિલા મંડળ તથા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. સાથોસાથ સતિષભાઈ તથા રશ્મિબેન વિઠલાણીનું સાફો પહેરાવી ભવ્ય સન્માન આપવામાં આવ્યું હતું. પ્રારંભે પ્રાર્થનાગીત અને દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક પ્રવચન મોવડી શરદભાઈ આડતિયા દ્વારા  આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત લોહાણા સમાજના અગ્રણીઓને સંબોધન આપતા સતીષભાઈએ જણાવ્યુ હતું કે, લોહાણા મહાપરીષદ ખાસ કરીને જૂનાગઢ સહિત દરેક શહેરમાં, રાજ્યમાં શિક્ષણ, રોજગારી અને આરોગ્યક્ષેત્ર સહિતની બાબતો ને વિશેષ રીતે પ્રોત્સાહન આપવામાં આવશે. તેમજ સમાજ માટે આ પ્રકારના કાર્યક્રમો માટે સમાજના સ્થાનિક આગેવાનોનો ઉપયોગ લેવામાં આવશે. સમાજના લોકોની પ્રાથમિક જરૂરિયાત માટે મહાપરિષદ ખડે પગે છે અને રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંગઠન શક્તિને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યો છું ત્યારે ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં પણ  પ્રવાસ કરવાની શકયતા છે કારણ કે, તેઓ વૈશ્વિકસ્તર ધરાવતી લોહાણા મહાપરિષદના સુકાની છે. સમાજમાં વધુમાં વધુ શિક્ષણને પ્રોત્સાહન આપવા જે બેરોજગારો છે તેને રોજગારી કેવી રીતે મળતી થાય અને તેના આયોજનો  કરવા અને ખાસ કરીને આરોગ્યલક્ષી બાબતો સહિતના કાર્યક્રમો  આપવાની બાબત ઉપર ભાર મૂક્યો હતો.              આ તકે ઉપસ્થિત લોહાણા સમાજના અગ્રણીઓમાં જગતભાઈ મશરૂ, અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગીરીશભાઈ કોટેચા, પાર્થભાઈ કોટેચા, કૃષ્ણકાંત રૂપારેલીયા, અશ્વિનભાઈ મણિયાર, નલાભાઇ કોટેચા, વિજયભાઈ ખખ્ખર, સુરેશ દત્તા, સંજય ચોલેરા, નિતીન તન્ના, દિપક રૂપારેલીયા, ભુપેન્‌ મુલિયા, પંકજભાઈ પલાણ, પંકજભાઈ ભટેચા, પ્રદિપભાઇ ખીમાણી, આશિષ કારીયા, મુકેશભાઈ ચંદારાણા, રાજુભાઈ ભોજાણી, ગીરીશભાઈ આડતીયા, રવિ કારીયા, હિમાંશુ કારીયા, ગૌરવ રૂપારેલીયા, શૈલેષભાઈ પારેખ, ધીરૂભાઈ સુબા, ચકાભાઇ મશરૂ, ડો. પાર્થ ગણાત્રા તેમજ લોહાણા મહિલા મંડળના રશ્મિબેન વિઠલાણી, ગીતાબેન કોટેચા, પ્રતિભાબેન નાગ્રેચા, સરલાબેન સોઢા, અલ્પાબેન ઉનડકટ, બંસી દેવાણી સહિતના આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ખખ્ખરે કર્યું હતું.

જયારે  આયોજકો, કાર્યકર્તાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!