માંગરોળ બંદરના પંજાબ વિસ્તારમાં જ્યાં નવી ફેસ ૩ જેટી બની રહી છે ત્યાં કિનારા નજીક ખાલસા પડેલી ચાર જેટલી બોટમાં આગ લાગી જતા ચારેય બોટો બળીને ખાક થઈ જવા પામી છે. આગ લાગવાનું કારણ હજૂ અકબંધ છે. માંગરોળ ફાયરબ્રિગેડની ટીમના હુસેન કન્ના, ઈરફાન જલેબા, મો. હુસેન ભાભાએ સ્થાનિક ખારવા યુવાનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રોદ્ર સ્વરૂપ ધારણ કરેલી આગ ઉપર કાબુ મેળવવા કેશોદના ૨ અને વેરાવળથી પણ ૧ ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. બાજુમાં પડેલી બોટને ઈટાચીની મદદથી અલગ પાડી દેતા અન્ય બોટોને આગની લપેટમાં આવતા બચાવી લેવાય હતી. આગ ઉપર સમયસર કાબુ મેળવી લેતા કરોડોનું નુકસાન થતું બચી ગયું છે. ઘટનાની ગંભીરતા સમજી માંગરોળ અને મરીન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews