જૂનાગઢમાં અદના આદમીની પ્રમાણિકતા, પોતાને મળેલા રૂપિયા બેંકમાં જમા કરાવ્યા

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ે “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા હુસેનભાઈ બીલખિયા મુસ્લિમ એસબીઆઈ બેંકના એટીએમ કે જે મજેવડી ગેઇટ ખાતે આવેલ છે ત્યાં તા. ૯-૧૦-૨૦૨૦ ના રોજ સાંજના ૭.૩૦ વાગ્યે રૂપિયા ઉપાડવા ગયા હતા. દરમ્યાન એક ભાઈ એટીએમ માંથી બહાર નીકળતી વખતે ‘‘જ્યારે હોસ્પિટલના કામમાં જરૂર હોય, કોઈ બીમાર હોય રૂપિયાની જરૂર હોય ત્યારે પણ પોતાના પૈસા આપણને નો મળે, એટીએમ માંથી રૂપિયા ના નીકળે તો શું કામનું…? ’’ એમ બબડતા હતા. ત્યારબાદ આ હુસેનભાઈ બીલખિયા રૂપિયા ઉપાડવા જતા, કોઈ પણ કાર્યવાહી કર્યા વગર રૂા. ૮,૦૦૦ એટીએમમાંથી બહાર નીકળ્યા હતા. હુસેનભાઈ બીલખિયાને ખ્યાલ આવી ગયો હતો કે મારા પહેલાં જે ભાઈ બહાર નિકળ્યા તેના જ આ રૂપિયા છે. હોસ્પિટલનું કામ હોવાની વાત સાંભળેલી તેથી પોતે જાેયે ઓળખાતા હોય, હોસ્પિટલમાં પણ તપાસ કરેલી પણ પેલા ભાઈ મળ્યા નહોતા. જેથી હુસેનભાઈ બીલખિયા દ્વારા સુખનાથચોક વિસ્તારના  કોર્પોરેટર અશરફભાઈ થઈમની સહાય લઈ આ અંગેની જાણ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવી હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, રીડર પીએસઆઇ આર.કે.સાનીયા તથા સ્ટાફના એ.એસ.આઈ. રવિરાજસિંહ તેમજ ચંદ્રેશભાઈ, હરદાસભાઇ, નરેન્દ્રભાઈ સહિતની ટીમ દ્વારા હુસેનભાઇ બીલખિયાની રજુઆતને આધારે શનિવાર, રવિવારની રજા હોય પરંતુ, બેંકના ગ્રાહકના રૂપિયાનો સવાલ હોઈ, એસબીઆઈ, સર્કલ ચોક બ્રાન્ચના મેનેજર અમિત સરગાનાનો સંપર્ક કરી, આખી વિગત જાણ કરવામાં આવેલ અને મજેવડી ગેઇટના એટીએમમાંથી રૂા. ૮,૦૦૦ નું ટ્રાન્ઝેકશન ચેક કરી, ગ્રાહકની વિગત આપવા જાણ કરવામાં આવેલ હતી. દરમ્યાન એસબીઆઈ, સર્કલ ચોક બ્રાન્ચના મેનેજર અમિત સરગાના દ્વારા મજેવડી ગેઇટના એટીએમના ટ્રાન્ઝેકશન તપાસી, ગ્રાહકની વિગત ચેક કરતા, આ સમયમાં ગ્રાહક દ્વારા રૂપિયા ઉપાડવા આવેલ હોવાની વિગત મળી હતી. પરંતુ, એ પૈકીના તમામ ગ્રાહકોને બોલાવી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ રેન્જના સાયબર સેલ પોલીસ સ્ટેશનના નરેશભાઈ તથા એ ડિવિઝન સ્ટાફ દ્વારા આજદિન સુધી અલગ અલગ બેંકમાં તપાસ કરાવતા, બેંક એકાઉન્ટ મળી આવેલ નહોતું. આ રૂપિયા કોના હતા..? એ નક્કી થતું નહોતું. જેથી, હુસેનભાઈ બીલખિયાને પાછા બોલાવી, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા રૂબરૂ તેઓની હાજરીમાં સ્ટેટ બેંક ઓફઇન્ડિયાના સર્કલ ચોક બ્રાન્ચના મેનેજર અમિત સરદાના તથા ડામોરને રોકડા રૂપિયા ૮,૦૦૦ સુપ્રત કરવામાં આવેલ હતા. એસબીઆઈ દ્વારા હુસેનભાઈ બીલખિયાને રૂપિયા આપવા બદલ પહોંચ પણ આપવામા આવેલ હતી. જૂનાગઢ સુખનાથ વિસ્તારના સામાન્ય માણસ હુસેનભાઈ બીલખિયાનીઇમાનદારીના કારણે એસબીઆઈ બેંકના સહયોગથી બેંકના ગ્રાહકના એટીએમમાં ઉપાડવા આવેલા રૂા. ૮,૦૦૦ પરત બેંકમાં જમા કરાવતા, પોલીસ અધિકારીઓ દ્વારા હુસેનભાઈ બીલખિયાની પ્રમાણિકતાને બિરદાવવા આવેલ હતી અને બેંકના ગ્રાહકને પણ કોઈ ગ્રાહક દ્વારા તા. ૯-૧૦-૨૦૨૦ ના રોજ સાંજના ૭.૩૦ વાગ્યે મજેવડી ગેઇટ પાસે આવેલ એસબીઆઈના એટીએમ ઉપર રૂા. ૮,૦૦૦ ઉપાડવા ગયા હોય અને રૂપિયા ઉપડયા ના હોય તેઓએ એસબીઆઈ સર્કલ ચોક અથવા ડીવાયએસપી કચેરીનો સંપર્ક કરવા વિનંતી પણ કરવામાં આવેલ છે. જેથી, જરૂરિયાતવાળા ગ્રાહકનારૂપિયા તેમને પરત મળી શકે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!