જૂનાગઢ જિલ્લામાં આજ તા.૧૬ જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને રસીકરણનો શુભારંભ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેર-જિલ્લામાં નિયત કરાયેલ ૩ સ્થળો ઉપર અંદાજીત ૩૦૦ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરને રસી આપવાની કામગીરી શરૂ થઈ છે. રસીકરણનો સેશન સમય સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી રહેશે. કોરોના મહામારી દરમ્યાન પોતાના જીવના જાેખમે રાત દિવસ લોકોની સેવા કરનાર પ્રથમ હરોળના કોરોના વોરીયર્સને રસી આપવાનો પ્રારંભ આજ તા. ૧૬ જાન્યુઆરીના રોજથી થયો છે.
જૂનાગઢ જીએમઈઆરએસ મેડીકલ કોલેજ સીવીલ હોસ્પીટલ ખાતેથી સવારે ૧૦ કલાકે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે રસી આપવાનાં કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જયારે કેશોદ એસડીએચ ખાતેથી ધારાસભ્ય દેવાભાઈ માલમ, ચોરવાડના સીએચસી સેન્ટરથી સાસંદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે આરંભ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં તબક્કાવાર આરોગ્ય કર્મીઓને કોરોનાની કોવિશીલ્ડ રસી આપવામાં આવશે. આજથી રસી આપવાની કામગીરી માટે જૂનાગઢ જિલ્લાના કુલ ૩ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં સિવીલ હોસ્પિટલ જૂનાગઢ જયારે જિલ્લામાં કેશોદ એસડીએચ અને સીએચસી ચોરવાડ નક્કી કરવામાં આવ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews