જૂનાગઢ શહેરનાં હૃદય સમા એમ.જી.રોડની કથળેલી હાલત પ્રશ્ને આમ જનતા અને વેપારીઓએ અનેકવાર રજુઆતો મનપાનાં સતાધિશોને કરી હોવા છતાં સતાધિશોએ લોકોનાં પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવાને બદલે હવામાં બાણ છોડતા રહયાં. આ દરમ્યાન વેપારીઓએ સર્વે પ્રજાનાં આ રસ્તાના પ્રશ્ને આખરે જૂનાગઢ મનપાનાં સતાધીશોનો કાન આમળી અલ્ટીમેટમ આપી દીધુ હતું કે જાે નિયત સમયમાં એમ.જી.રોડનાં રસ્તાની કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો આંદોલનનાં કાર્યક્રમો આપવામાં આવશે. વેપારીઓ અને આમજનતાની લાગણી અને તેમના પ્રશ્નોને વાચા આપવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર દ્વારા સતતને સતત આ બાબતે અખબારમાં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતાં. ગઈકાલે પણ વેપારીઓ અને આમજનતાની લાગણીનો પડઘો આ અખબારે પાડયો હતો. અને સતાધિશોને વહેલી તકે આ રસ્તાનાં પ્રશ્નો ઉકેલવા વાચા આપવામાં આવી હતી. દરમ્યાન ગઈકાલે મોડી રાત્રે એમ.જી.રોડનાં રસ્તાની કામગીરી શરૂ કરવા માટે ખાતમુર્હુત વિધી કરવામાં આવી હતી. આ તકે મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં અને રસ્તા અંગેની કામગીરીની માહિતી આપતું બોર્ડ પણ ત્યાં લગાવવામાં આવેલ છે. રસ્તો ભલે બનાવો પણ મજબુત અને ટકાઉ રસ્તો થાય તે પણ જરૂરી છે એવી લોકોની લાગણી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews