જૂનાગઢ શહેરનાં લીરબાઈપરા અને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એક ગેરકાયદેસર બાંધકામને તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર લીરબાઈપરા ગાંધીધામ વિસ્તારમાં આવેલ ગેરકાયદે મકાનને તંત્ર દ્વારા નિશાન બનાવવામાં આવેલ અને એસડીએમ અંકિત પનુનાં હુકમ અને આદેશ અનુસાર સીટી મામલતદાર ઝીંઝુરીયા અને મનપાની ટીમ તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ ભાટી, સી-ડીવીઝનના પીએસઆઈ પી.જે.બોદર, એસઓજીનાં પીએસઆઈ જે.એમ.વાળા અને ચાલીસેક પોલીસનાં કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને વહેલી સવારનાં સાતેક વાગ્યાનાં અરસામાં ગેરકાયદેસર મકાન – બંગલો તોડી પાડવામાં આવ્યો હતો. દરમ્યાન જૂનાગઢ શહેરમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર સઘન કાર્યવાહી કરશે તેમ જાણવા મળે છે. આ અંગે સર્વેની કામગીરી જૂનાગઢ શહેર-જીલ્લાનાં તાલુકા મથકો, ગ્રામ્ય સ્તરે, જૂનાગઢ શહેરનાં ૧ થી ૧પ વોર્ડમાં રસ્તા-શેરી ઉપર અડચણ અને દબાણ દૂર કરશે તેમ તંત્રએ પ્રક્રિયા શરૂ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews