જૂનાગઢ મનપા આગામી બજેટને ટેક્ષ લાદીને પ્રજાલક્ષી બનાવવાની માંગણી કરતા પૂર્વ કોર્પોરેટર મુકેશ ધોળકીયા

0

ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહેલા જાગૃત અને સક્રિય કાર્યકર મુકેશ ધોળકીયાએ જૂનાગઢ મહાનગરપાલિકાનાં આગામી બજેટની અંદર અનેક નવા વિકાસના કામો કરવા અને નવા સુધારા કરવાની માંગણી કરતો પત્ર કોર્પોરેશનનાં કમિશ્નરને પાઠવતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાનું બજેટ કમિશ્નરે સ્ટેન્ડીંગ કમિટીને સુપરત કરવાનું હોય છે. ત્યારે હાલના કમિશ્નરે આ બજેટની અંદર અનેક નવા વિકાસના કામોની જાેગવાઈ કરવાની જરૂરત છે. તેથી આવા કામોનું બજેટમાં સમાવેશ સૂચનો કરવામાં આવ્યા છે. વિકાસના કોઈપણ કામ કરવામાં આવે તે પહેલા સમગ્ર જૂનાગઢની જનતા વતી મુકેશ ધોળકીયાએ કમિશ્નરને જણાવ્યું હતું કે કોરોનાની મહામારી અને કારમી મંદીના મારમાં અને મોંઘવારીની મહામારી વચ્ચે એકપણ રૂપિયાનો ટેકસ કોઈપણ બાબતમાં વધારશો નહી તેવી ઉગ્ર લાગણી વ્યકત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજય સરકારની તિજાેરી જીએસટી અને બેફામ ટેકસના વધારા અને પેટ્રોલ -ડિઝલમાં બેફામ શેષ નાંખીને તિજાેરી છલોછલ ભરેલી છે. વિદેશી હુંડીયામણોનાં પણ ઢગલા છે. લોકો હવે વધારે ટેક્ષનું ભારણ જીરવી શકે તેમ નથી. ધારાસભ્યો અને સાંસદોને મળતી વિકાસના કામો માટેની કરોડોની ગ્રાન્ટની રકમ પણ બંધ કરવામાં આવી છે. ત્યારે રાજય સરકારમાંથી મોટી રકમની ગ્રાન્ટ મેળવીને જૂનાગઢ શહેરમાં વિકાસના કામ કરવામાં આવે. ગત ચુંટણીમાં ૬૦માંથી પપ સીટ ભાજપને આપનાર જૂનાગઢની જનતાના ચામડા ઉતારી લેતા ગુજરાતના સૌથી વધુ હાઉસટેક્ષ અને બીજા કરો હજુ વધારીને જૂનાગઢને વિકાસનું સપનું દેખાડતા નહીં. સારો શાશક એને કહેવાય કે જે એેકપણ રૂપિયાનો ટેેકસ વધાર્યા વગર કરકસરવાળો વહીવટ કરીને વિકાસના કામ કરતા હોય. આગામી બજેટની અંદર હાલની જૂનાગઢની ગંદકી અને ચારેતરફ કચરાના ઢગલાઓ અને એકદમ બકવાસ ટાઈપની કોન્ટ્રાક સિસ્ટમ સામે સૂચન કરતાં જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખવા માટે ઓછામાં ઓછા વોર્ડ દીઠ ર૦૦ સફાઈ કામદારો જાેઈએ તેની બદલે આખા જૂનાગઢમાં ૬૦૦ જેટલા સફાઈ કામદારો હાલ છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ કયારેય સ્વચ્છ થાય જ નહીં માટે આ બજેટની અંદર ૧૦૦૦ જેટલા સફાઈ કર્મચારીઓની ભરતી કરવાનું નાણાંકીય બાબતનો બજેટમાં સમાવેશ કરવા સૂચવવામાં આવ્યું છે. અને શહેરને ખરેખર સ્વસ્થ રાખવું હોય તો મહાનગરપાલિકા દ્વારા કેન્દ્રમાં જેમ રેલવેનું બજેટ અલગ રજુ કરવામાં આવે છે તેમ શહેરની સ્વચ્છતા માટે જુદા- જુદા આધુનિકના સાધનો વસાવીને એકત્રીત થયેલા કચરાનો પણ યોગ્ય નિકાલ કરવાની માસ્ટર યોજના બનાવીને તેનું અલગ બજેટ કોર્પોરેશનના ફલોર ઉપર રજુ કરવું જાેઈએ. જૂનાગઢ શહેર આજે પણ ફિલ્ટર વગરનું પાણી માત્ર ૪પ ટકા લોકોને મળે છે કારણ કે લીમીટેડ વિસ્તારમાંજ લાઈન હયાત છે. ત્યારે કયારે ? સમગ્ર જૂનાગઢને કયારે ફિલ્ટર થયેલું પાણી મળશે એ મોટો પ્રશ્ન છે. ત્યારે આગામી બજેટમાં પીવાના પાણી ઘરે-ઘરે પહોંચાડવા માટે માસ્ટર પ્લાન કરીને નાણાંકીય સ્ત્રોતની જાેગવાઈનો આ બજેટમાં સમાવેશ કરીને શહેરની પાણીની પ્યાસ બુઝાવી જાેઈએ. વિકસી રહેલા જૂનાગઢ શહેરમાં જુદા-જુદા પાંચ સ્થળે ફાયર સ્ટેશનોના ડેપો બનાવવાનો પણ આ બજેટમાં સમાવેશ કરવો જાેઈએ. જૂનાગઢ શહેર ટમટમયા લાઈટોથી એક ગામડા જેવું લાગે છે. ત્યારે શહેરમાં લાઈટોથી જળજળતું કરવા માટેનું પણ ખાસ બજેટમાં સમાવેશ કરવો જાેઈએ. આજે ર૦ વર્ષ કોર્પોરેશનને થયા છે ત્યારે આજ ર૦ વર્ષમાં હજુ એકપણ પ્રવૃત્તિ યુવકો માટે કરવામાં આવી નથી. યુવકો માટે જૂનાગઢ શહેરમાં ઓછામાં ઓછા ચાર સ્વિમિંગ પુલ હોવા જાેઈએ અત્યારે સ્વિમિંગ પુલ બનાવવા માટે કેન્દ્ર સરકાર પણ સ્પેશ્યલ ગ્રાન્ટ આપે છે. ત્યારે શાસકોએ જૂનાગઢ શહેરના ચાર જુદા-જુદા વિસ્તારમાં સ્વિમિંગ પુલ બનાવવા જાેઈએ અને તેનો આ બજેટમાં સમાવેશ કરવો જાેઈએ. આવીજ રીતે જૂનાગઢ શહેરમાં ભવિષ્યના યુવાનો શારીરિક રીતે ખુબ સમૃધ્ધ બને એટલા માટે ઓછામાં ઓછા પાંચ કે છ કસરતના સાધનો સાથે જિમ સેન્ટર બનાવવા જાેઈએ. હાલની ભારે ટ્રાફિક વ્યવસ્થાનો એકદમ સરળ ઉકેલ માટે જુદા-જુદા વિસ્તારમાં હોકર માર્કેટ બનાવવાની તાતી જરૂરીયાત છે. શહેરની અંદર રેકડીવાળ અને ફેરીયાવાળાને એકજ જગ્યાએ સારી સુવિધા સાથે વિનામૂલ્યે પોતાનો વ્યવસાય કરી શકે તેવી હોકર માર્કેટનો પ્લાનિંગ આ બજેટમાં સમાવેશ કરવો જાેઈએ. આવી જ રીતે જૂનાગઢ શહેરમાં આડેધડ ચારે તરફ મન પડે ત્યાં શાકભાજીની બજારો ઉભી થઈ છે. તેના બદલે શહેરમાં જુદા-જુદા વોર્ડ વાઈઝ એકથી વધુ શાક માર્કેેટ અને ફ્રુટ માર્કેટ બની શકે તેમ છે. આપણી પાસે કોર્પોરેશન પાસે જુદા- જુદા વિસ્તારમાં જગ્યાઓ પણ હાલ પડી શકે ત્યારે ત્યાં શાક માર્કેટ, ફ્રુટ માર્કેટ બનાવવી જાેઈએ. રેકડીવાળા અને ફેરીયાવાળાએ એકજ જગ્યાએ સારી સુવિધા સાથે વિનામૂલ્યે પોતાનો વ્યવસાય કરી શકે માટે આ કામનો બજેટમાં સમાવેશ કરવો જાેઈએ. કોર્પોરેશનમાં ર૦ વર્ષથી નગરસેવક તરીકે જાેડાયો અને સમજણો થયો ત્યારથી એકની એક વાત ચાલે છે.‘‘નરસિંહ સરોવરનું બ્યુટીફિકેશન’’ આ રૂપકડા નામ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ર૦ વર્ષથી લોકોને બ્યુટીફિકેશનના નામે મત માંગે છે અને લોકો આપે પણ છે પણ નરસિંહ સરોવરનું ડેવલોપમેન્ટ નથી થતું પણ ર૦ વર્ષ પહેલાંની આ તળાવમાં આજે ગટરના પાણી મોટા પ્રમાણમાં તળાવની અંદર વિલીન થઈ ગયા છે. જાે આ તળાવનું બ્યુટીફિકેશનનું કામ નહીં થાય તો ર૦૩૦માં નરસિંહ સરોવર નહીં હોય પરંતુ ગટરોથી ભરાયેલું એક ગટર ડમ્પિંગ સ્ટેશન હશે. જયારે પણ નરસિંહ સરોવરના ડેવલોપમેન્ટની વાત થાય ત્યારે એગ્રીકલ્ચરનો મુદો આગળ કરીને પ્રજાને મુર્ખ બનાવવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે ગુજરાતનાં મુખ્યમંત્રીની ઈચ્છા હોય કયાંય તળાવ બનાવવાનું છે તો પછી નીચેના કોઈ કર્મચારી કે વિભાગનો કોઈ મુદો આમાં કાનુની કે વહીવટી આવતો જ નથી. માટે આ કામનો બજેટમાં સમાવેશ કરવો જાેઈએ. જૂનાગઢ શહેરમાં ખુબ સારા પાંચ જેટલા તળાવો છે ભવનાથ તળેટીમાં આવેલ સુદર્શન તળાવ, દાતાર તળાવ રોડ ઉપર આવેલ તળાવ, ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવ, ઝાંઝરડા રોડ પાસે આવેલ તળાવ, આ બધા તળાવની આ જ પરિસ્થિતિ શું છે ? સાવ મફતના ખર્ચામાં આ તળાવો ઉંડા થઈ શકે એમ છે. સાથે ભુગર્ભજળનાં સ્ત્રોત પણ જીવંત રહી શકે છે. એટલું જ નહીં પણ આ તળાવના બ્યુટીફિકેશનના કામ કરવામાં આવે તો જૂનાગઢમાં કોઈપણ ટુરીસ્ટે આવું જ પડે. તેવા એના લોકેશન, ડેસ્ટિનેશન છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે તળાવમાંથી માટી લઈ જવાના પૈસા લોકો આપે અને કોર્પોરેશનને મોટી આવક થાય તેમ છે. છતાં કોર્પોરેશનને વિચાર તો આવવો જાેઈએ ને કે આવું કરાય. આ તળાવ ઉંડા થાય તો આજુબાજુનો અને આમ જુઓ તો સમગ્ર જૂનાગઢ પાણીયારો વિસ્તાર થઈ જાય પણ કોર્પોરેશનમાં પાણી હોવું જાેઈએ માટે તળાવો ઉંડા કરવાના કામનો બજેટમાં સમાવેશ કરવો જાેઈએ. ઉપરાંત જૂનાગઢ શહેરના વિકાસ વંથલી સુધી પહોંચ્યો છે. ટીંબાવાડી મધુરમ પાસે નવું સ્મશાન બનાવવું જરૂરી બન્યંુ છે. ભવનાથ ક્ષેત્રનો સંપુર્ણ વિકાસ થયો નથી. રોપ-વે માટે બહુમાળી પાર્કિંગ જેવી વ્યવસ્થા ઉભી થવી જરૂરી છે. પાર્કિંગ વગર કોઈપણ યોજના નિષ્ફળ જાય છે. લોકો પોતાની મોંઘીકારો રોપ-વેમાં જવા માટે કયાં રાખવી તે પ્રશ્ન ગુંચવાઈ રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!