જૂનાગઢ ખાતે આ વર્ષે શિવરાત્રી મેળો યોજાશે કે કેમ ?

0

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કામો, પાણીની પાઈપ લાઈન ભુર્ગભ યોજનાનું ખાતમુર્હુત સહિતનાં કામોના ઉદઘાટન પ્રસંગે આવતીકાલે સી.એમ.રૂપાણી આવી રહયા છે. પીટીસી ગ્રાઉન્ડ અને કેશોદ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. તો બીજી તરફ જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં મહાવદ નોમથી દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે. અને અંદાજીત ૧૦ લાખથી વધારે ભાવિકો આ મેળામાં ઉમટી પડતા હોય છે. કોરોનાનાં સંક્રમણ કાળમાં લગભગ તમામ મેળાઓ ઉપર પ્રતિબંધ છે. ત્યારે માર્ચ માસમાં આવનારા શિવરાત્રીનો આ મેળો યોજાશે કે કેમ તે અંગે લોકોમાં અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. આ મેળો યોજાય તો લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે અને સંક્રમણનો પણ ખતરો રહે તો બીજી તરફ જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને આજ મેળા દ્વારા રોજગારીનું પણ મહત્વનું ક્ષેત્ર પાંચ દિવસમાં મળતું હોય છે. જાેકે સરકાર તરફથી આ બાબતે હજુ કોઈપણ બાબતની માર્ગદર્શિકા બહાર પડી નથી. અને આગામી સમય કેવો છે તેના ઉપર નિર્ણય લેવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે. ર૦ર૦નાં વર્ષમાં માર્ચ માસથી કોરોનાની મહામારીએ દેશ અને દુનિયાને હાહાકાર મચાવી દીધેલ. સતત કોરોનાના ખતરા વચ્ચે જનજીવન રહયું છે અને આર્થિક મંદીનું મોજુ પ્રસરી ગયું છે અને હજુ પણ મંદીની અસર રહેવા પામેલી છે. જાેકે નવા વર્ષથી જનજીવન થાળે પડતું જાય છે. જૂનાગઢ ખાતે કોરોનાનાં સમયકાળમાં તમામ તહેવારો, ઉત્સવો, સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર બંધ રહયા છે. હવે જયારે ર૦ર૧માં ધીમે-ધીમે વધુ થાળે પડતું રહયું છે. છેલ્લા સ્કુલો અને કોલેજાે પણ શરૂ થઈ છે. નિર્દેશ અનુસાર માંગલીક પ્રસંગો પણ યોજવામાં આવી રહયા છે. ત્યારે આ વર્ષે ર૦ર૧નાં વર્ષમાં આગામી માર્ચ માસમાં શિવરાત્રીનો મેળો આવી રહયો છે. આ મેળાની વિશેષતા એ છે કે દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં હોય છે. ભજન-ભોજન અને સેવાની અનેરી જયોત જલતી હોય છે. સંતોનાં દર્શનનો લ્હાવો ભાવિકો લેતા હોય છે. ધાર્મિક પરંપરાની સાથે – સાથે શિવરાત્રીનો આ મેળો આર્થિક રીતે પણ જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને રોજગારીનું ક્ષેત્ર પણ પુરૂ પાડતું હોય છે. નાના મોટા વેપારી-ધંધાર્થીઓને ધંધાનું ક્ષેત્ર પણ મળી રહેતું હોય છે. સાવ નાનો માણસ પણ કંઈક કમાણી કરી શકતો હોય છે. એટલું જ નહીં લોકોને પણ રોજગારી સાથે મનોરંજન તો ખરૂ જ સંતોના દર્શનનો લ્હાવો પણ મળે છે. પાંચ દિવસનો આ મેળો વર્ષ ભરની આર્થિક સ્થિતિને પણ જાળવી રાખે છે. આવા આ શિવરાત્રી મેળો તેની આગવી વિશેષતા અને અનોખા મહત્વને કારણે વિશ્વ પ્રસિધ્ધ બનેલ છે. શિવરાત્રીનો મેળો સેવાનું પરમધર્મ ભજન અને ભોજનનું ક્ષેત્ર પણ બન્યું છે અન સંતોનાં દિવ્ય દર્શનનો લ્હાવો પણ આ મેળા થકી થતો હોય છે. આમ અતી મહત્વનાં શિવરાત્રી મેળો જયારે આગામી માર્ચ માસમાં આવી રહયો છે. ત્યાર આ વર્ષ આ મેળો યોજાશે કે કેમ હાલ દેશભરમાં કોરોના રોગને મીટાવવા માટે વેકસીન આપવામાં આવી રહેલ છે. આ વેકસીન કેટલે અંશે ઉપયોગી સાબિત થાય છે. તેમજ આગામી દિવસોમાં કોરોનાના કેસોમાં ઘટાડો થાય છે. તેમજ વધુ માણસો ભેગા થાય તો સંક્રમણ થવાનો ખતરો છે કે કેમ તે તમામ બાબતો ઉપર નિર્ભર છે. જાેકે શિવરાત્રીનાં પર્વને ધ્યાને લઈ તૈયારી તો રાબેતા મુજબ થશે પરંતુ એવા નિર્દેશ પણ મળે છે કે, નિષ્ણાંતોનો અભિપ્રાય આગામી સમયની વર્તમાન સમયની પરિસ્થિતિ અને કોરોનાનાં ખતરા વગેરે તમામ બાબતોને ધ્યાને લઈ જૂનાગઢ શહેર અને જીલ્લાને રોજગારીનું સુરક્ષા ચક્ર પુરૂ પાડતો શિવરાત્રીનો આગામી પ્રાચિન મેળો યોજવો કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવે તેવા નિર્દેશો મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!