જૂનાગઢ શહેરની શાન સમા નરસિંહ મહેતા સરોવર તેમજ વિલીંગ્ડન ડેમની નજીકનાં ભવિષ્યમાં કાયા પલટ અને બ્યુટીફિકેશનની કાર્યવાહી શરૂ થવાની છે અને મનપા તંત્ર અને સરકાર દ્વારા આ અંગેનું નાણાંની ફાળવણી પણ કરવામાં આવી છે. ત્યારે શહેરીજનોને ફરવા લાયક વધુ સુંદર સ્થળોની ભેટ મળનાર છે. અને આ અંગેની કાર્યવાહી પણ શરૂ થઈ ચુકી હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાએ આજે સૌરાષ્ટ્રભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યંુ હતું કે જૂનાગઢ વાસીઓને એક ગુડ ન્યુઝ એ આપવાનાં છે કે, દેશનાં પ્રખ્યાત અને જેઓએ અતિ મહત્વનાં પ્રોજેકટની ડિઝાઈન તૈયાર કરી છે એવા પ્રખ્યાત આર્કીટેક બિમલ પટેલને નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમની ડિઝાઈન તૈયાર કરવાની કામગીરી સોપી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે.
જૂનાગઢ શહેરમાં વિકાસશીલ કાર્યોને વેગ આપવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહયા છે. આ દરમ્યાન નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનો પ્રશ્ન તેમજ વિલીંગ્ડન ડેમનો સુંદર નજારો ચાર ચાંદ લાગે એવો બને તો જૂનાગઢ વાસીઓને પણ હૈયે અતિ આનંદ થાય. અને જૂનાગઢ શહેરની જનતાની લાગણી જયાં જાેડાયેલી છે. તેવા આ બંને ફરવા લાયક સ્થળોને ટોપ લેવલનાં બનાવવા તંત્ર દ્વારા કાર્ય શરૂ થયું છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, વિલીંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર માટેની ડિઝાઈન બનાવવાની કામગીરી બિમલ પટેલને સોંપવામાં આવી છે. એચસીપી કંપની કે જે ડિઝાઈન પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણાં મહત્વના પ્રોજેકટ કર્યા છે અને અમદાવાદનો રીવર ફ્રન્ટ પ્રોજેકટ, કાંકરીયા
રી-ડેવલપમેન્ટ, રાજકોટ રેસકોર્ષ રીડેવલપમેન્ટ, આરબીઆઈ અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, આઈએમ અમદાવાદ, આઈઆઈટી જાેધપુર સહિતનાં બિલ્ડીંગની ડિઝાઈન બિમલ પટેલે તૈયાર કરી છે અને તેમની પાસે ૩પ થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદમશ્રીથી નવાજયા છે તેવા બિમલ પટેલ દ્વારા નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમની ડિઝાઈન તૈયાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફિકેશન માટે અંદાજીત રૂા.રપ થી ૩૦ કરોડનો ખર્ચ થશે તેમજ વિલીંગ્ડન ડેમ માટે અંદાજીત ૮ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે અને ટુંક સમયમાં આ અંગે કામગીરી શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews