જૂનાગઢ જીલ્લાનાં કેશોદની વણપરીયા સ્કુલની ૧૧ વિદ્યાર્થીનીઓને ગઈકાલે એક સાથે કોરોના થતાં ચિંતા પ્રસરી હતી. જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ધો. ૧૦ અને ૧રનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે. ત્યારે કેશોદની શાળામાં ગઈકાલે ૧૧ વિદ્યાર્થીનીઓને કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓને હોમ કવોરન્ટાઈન કરી સારવાર આપવામાં આવી રહેલ છે. અને ગઈકાલે શાળાનું બિલ્ડીંગ હોસ્ટેલને સેનીટાઈઝ કરવામાં આવેલ છે. આજે સવારથી શાળાનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે. અને ધો. ૧૦-૧રની ૧૦૯ વિદ્યાર્થીનીઓ ઉમળકા સાથે શૈક્ષણિક કાર્યમાં જાેડાયેલ છે. આ શાળામાં ધો. ૧૦માં ૧૪૪ વિદ્યાર્થીનીઓ છે. તેમાંથી ૬૪ હાજર રહેલ તેમજ ધો. ૧રમાં ૧૮૮ની સંખ્યા છે તેમાંથી ૪પ હાજર રહેલ હતી. વાલીઓએ પણ આ કોરોનાની મહામારી સામે ડર્યા વગર સાવચેતી રાખી નિર્ભય બની પોતાના સંતાનોને શાળાએ મોકલવા જાેઈએ અને સંતાનોને કોરોના સામે જાગૃત રહે તે માટે કાળજી લેવા અને શાળા પરીવારનાં કર્મચારીઓ, શિક્ષકોએ પણ કોરોના સામે જાગૃત રહી શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરવા બદલ શિક્ષણાધિકારીએ બિરદાવ્યા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews