વેરાવળમાં ઇન્કમટેક્ષ ઓફીસરની ઓળખ આપી રૂા. ૧.૮૫ લાખના સોનાના દાગીના ખરીદી કરી સોની વેપારીને છેતર્યો

0

વેરાવળમાં સોનીની શોરૂમમાં ગ્રાહક બનીને આવી ઇન્કમટેક્ષ ઓફીસરની ઓળખ આપનાર શખ્સે સોનાનો ચેઇન તથા વીટી નંગ ર મળી કુલ રૂા.૧,૮પ,પ૦૦ના દાગીની ખરીદી કરી હતી. તેનું પેમેન્ટ ઓનલાઇન સોની વેપારીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી તેનો સ્ક્રીન શોટ બતાવી દાગીના જઇ જતો રહયા બાદ પેમેન્ટ જમા થયેલ ન હતુ. જેથી સોની વેપારીએ છેતરપીંડીની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં વેરાવળમાંથી મોંઘીદાટ વસ્તુઓની ખરીદી કરી પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરી છેંતરપીડી આચરતા ગઠીયાને પકડી છેતરપીંડીના રેકેટનો પર્દાફાશ પોલીસે કરી રાહતનો શ્વાસ લીધો હતો. દરમ્યાન વેરાવળ શહેરમાં સોની વેપારીને ગઠીયાએ ચુનો લગાડયાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં સટ્ટા બજાર વિસ્તારમાં આવેલ પરશુરામ જવેર્લ્સ નામની દુકાને ગત તા.૧ર જાન્યુઆરીના બપોરના સમયે એક શખ્સ દુકાને આવેલ અને સોનાનો ચેઇન તથા કપલ રીંગ ખરીદવાનું જણાવી પોતાની ઓળખ વેરાવળમાં ઇન્કમટેક્ષ ઓફીસર અખીલેશ યાદવ તરીકે આપેલ તેમજ દુકાનમાં જી.એસ.ટી. નંબર મોટા અક્ષરમાં હાઇલાઇટ કેમ નથી ? તેમ કહેલ અને હવે પછી જી.એસ.ટી. નંબર મોટા અક્ષરમાં રાખવાની સુચના આપેલ નહીંતર રૂા.પાંચ લાખ સુધીનો દંડ થઇ શકે તેવું જણાવેલ હતું. આ શખ્સે સોનાનો ચેઇન રપ.૮૬૦ ગ્રામ તથા સોનાની વીટીં નંગ ર મળી કુલ કિંમત રૂા.૧,૮પ,પ૦૦ની ખરીદી કરી તેનું બીલ બનાવવાનું કહેતા પાકુ બીલ આપેલ હતું અને આ રકમનું ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહી પેઢીના એકાઉન્ટ નંબર આપતા તેને રકમ ટ્રાન્સફર કરેલ હોવાનો મેસેજ તેના મોબાઇલ નં. ૬૩પ૭૭ ૭૬પ૭૭માં બતાવી તેનો સ્ક્રીનસોટ સોની વેપારીને વોટસઅપ મારફત આપી જતો રહેલ હતો અને ત્યારબાદ અડધો કલાક પછી ઓનલાઇન એકાઉન્ટની તપાસ કરતા કોઇ રકમ જમા થયેલ ન હોવાથી તેના મોબાઇલ નંબર ઉપર ફોન કરતા એકાદ કલાકમાં રકમ જમાઇ થઇ જશે તેવી વાત કરેલ ત્યારબાદ ફોન બંધ કરી દીધેલ હોવાની ફરીયાદ દુકાન માલીક અનસુલભાઇ કીશોરભાઇ દુધીયાએ પોલીસમાં નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ મહિલા પી.એસ.આઇ. રમાબેન ચનીયારાએ હાથ ધરેલ છે. અત્રે નોંધનીય છે કે, વેરાવળના સોની વેપારી સાથે થયેલ છેતરપીંડી જેવી જ ઘટના તાજેતરમાં જૂનાગઢના સોની વેપારી સાથે બની છે. ત્યારે સોરઠમાં પરપ્રાંતીય હિન્દીભાષી શખ્સો ફરી વેપારીઓને ચુનો ચોપડવાનું રેકટ ચલાવી રહયા છે કેમ તેવી ચર્ચાઓ વેપારીવર્ગમાં થઇ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!