નવી દિલ્હી ખાતે ગઈકાલે સાંજે જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મળેલ વર્ચ્યુઅલ બેઠકમાં ટ્રસ્ટના ચેરમેન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીની સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન તરીકે પસંદગી કરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા દસ વર્ષથી સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે. ત્રણેક માસ પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થતા ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણુંક કરવા માટે ગઈકાલે સાંજે ૬ઃ૩૦ વાગ્યે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં ટ્રસ્ટીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, લાલકૃષ્ણ અડવાણી, હર્ષવર્ધન નીવેટીયા, સેક્રેટરી પી.કે. લહેરી, જે.ડી. પરમાર પોતાના કાર્યાલાય સ્થળોએથી ઓનલાઇન જાેડાયા હતા. બેઠકમાં પ્રથમ બે મિનિટનું મૌન પાડી સ્વ.કેશુભાઇના નિધનનો શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રસ્ટીના આઠમાં ચેરમન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નામની સર્વાનુમતે પસંદગી કરી બહાલી આપવામાં આવી હતી. ચેરમેન નરેન્દ્ર મોદીનો ચેરમેન તરીકે આગામી એક વર્ષનો કાર્યકાળ રહેશે તેમ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ છે.સોમનાથ મંદિર ટ્રસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ૨૦૧૦થી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહયા છે. સોમનાથ ટ્રસ્ટની દરેક બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચૂક ભાગ લઇ યાત્રાધામ સોમનાથમાં નવા વિકાસ કામો કરાવવા અંગે સૂચનો સાથે માર્ગદર્શન આપતા હતા. વડાપ્રધાન મોદીના ટ્રસ્ટી પદે નિયુકત થયા બાદ યાત્રાધામ સોમનાથમાં યાત્રી સુવિધાના અનેક નોંધપાત્ર કામો થયા હોવાનું ટ્રસ્ટના જાણકારે જણાવી રહયા છે.
અત્યાર સુધીના ટ્રસ્ટના ચેરમેન અને કાર્યકાળ
અત્રે નોંધનીય છે કે, સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન પદ ઉપર નરેન્દ્ર મોદીની નિયુકત પહેલા સાત મહાનુભાવોએ સેવા આપી છે. જેમાં સોમનાથ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન તરીકે જામસાહેબ દિગ્વીજયસિંહજી (સને.૧૯૫૦ -૬૬), કનૈયાલાલ મુન્શી (સને.૧૯૬૬- ૬૭), મોરારજી દેસાઇ (સને.૧૯૬૭-૯૫), જયકૃષ્ણ હરીવલ્લાભદાસ (સને. ૧૯૯૫-૨૦૦૧), દિનેશભાઇ શાહ (સને.૨૦૦૧ -૨૦૦૨), પ્રસન્નવદનભાઇ મહેતા (સને.૨૦૦૨-૨૦૦૪), કેશુભાઇ પટેલ (સને.૨૦૦૪ થી ૨૦૨૦) ચેરમેન પદ ઉપર રહી સેવા આપી ચુકયા છે. સોમનાથ ટ્રસ્ટના ચેરમન પદ ઉપર વડાપ્રધાનની નિયુકતી થઇ હોય તેવો બીજાે પ્રસંગ બન્યોે છે. અગાઉ પ્રથમ વડાપ્રધાન ચેરમેન તરીકે મોરારજીભાઇ દેસાઇ બયાં હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews