માણાવદર તાલુકાના વેળવા ગામે જુના મનદુઃખે હુમલો, પોલીસ ફરીયાદ

0

માણાવદર તાલુકાનાં વેળવા ગામનાં ભરતભાઈ નાથાભાઈ મકવાણા (ઉ.વ.૩૪)એ ગોવીંદભાઈ રામભાઈ મકવાણા, રંજનબેન ગોવીંદભાઈ મકવાણા, રાહુલ ગોવીંદભાઈ મકવાણા, તેમજ અજાણી મહિલા અને બે અજાણ્યા છોકરાઓ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામનાં ફરીયાદીના કાકાના દિકરાને આ કામના આરોપી નં.(૩) સાથે માથાકુટ થયેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી આ કામે ના આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઈપ તથા લાકડીઓ ધારણ કરી ફરીયાદીનાં ઘરમાં ગૃહ પ્રવેશ કરી ફરીયાદીને આ કામના આરોપી નં.૧ તથા આરોપી નં.(પ) માંના કોઈ એક અજાણ્યા આરોપીએ લાકડી વડે કમરનાં ભાગે તથા બંને પગમાં ઈજા કરી ભુંડી ગાળો કાઢી આ કામના ફરીયાદીના બા તથા બહેન સાહેદને આરોપી નં(ર) તથા (૩) નાઓએ માર મારી વાળ પકડી ઢસડી તથા ફરીયાદીના બાપુજી તથા ભાઈ સાહેદને આરોપી નં.(૧) (૩) તથા (પ)નાઓએ માર મારી તથા ફરીયાદીને આરોપી નં.(૧) તથા (૩) નાઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા ફરીયાદીના ઘરમાં તોડફોડ કરી નુકશાન કરી તથા હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા અંગેની ફરીયાદ નોંધાવતા માણાવદર પોલીેસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!