ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે આવી રહયા છે. તેઓ પ્રથમ સાંજે ૪ વાગ્યે ઉના તાલુકાનાં નવાબંદર ખાતે પહોંચી રૂા.૨૯૫ કરોડનાં ખર્ચે નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય કક્ષાનું મત્સ્ય બંદરનું ખાતમુહૂર્ત કરશે ત્યારબાદ રાત્રી રોકાણ અર્થે સોમનાથ આવશે.
ગુજરાત રાજય સરકારે ઉનાના નવાબંદર ખાતે બંદર વિસ્તારમાં અંદાજીત ૨૨ હેકટર વિસ્તારમાં નવું મત્સ્ય બંદર વિકસાવવાનું આયોજન કરેલ છે. જેમાં ઓફશોર, ઓનશોર સહિતની સુવિધાનો સમાવેશ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો અત્યાધુનિક સુવિધા સાથેનું યુરોપીયન યુનિયનનાં નિયમ મુજબના બંદરનું નિર્માણ કરવામાં આવશે.
આ મત્સ્ય બંદરમાં બ્રેક વોટર, વાર્ફ વોલ, જેટી, ઓકસન હોલ, રેડિયો કોમ્યુનિકેશન ટાવર, વહીવટી સંકુલ બોટ રીપેર શોપ, બોટ પાર્કીંગ એરીયા, નેટ મેડીંગ સેડ, ગીયર સેડ, રેસ્ટ શેડ, ડોર્મેટરી, ફ્રેશ અને સી વોટર સપ્લાય, ડ્રેનેજ સીસ્ટમ, આંતરીક રોડ, લાઇટીંગ ફેસેલીટી અને અન્ય આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત આ પ્રોજેક્ટમાં આઇશ ફેકટરી, પ્રોશેસીંગ પ્લાન, કોલ્ડ સ્ટોરેજ વિગેરે જેવી ઔદ્યોગીક સાહસીકતા માટેની જાેગવાઇ કરવામાં આવી છે. બંદરનું નિર્માણ થયા બાદ બારેમાસ માછીમારોની બોટની અવરજવર થઇ શકશે. મત્સ્ય ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે આવકના સ્ત્રોતના મુલ્યમાં વધારો થવાથી સ્થાનિકોને રોજગારી મળી રહેશે. બંદરમાં એક હજાર બોટની પાર્કીંગની સુવિધા ઉભી થશે. નવાબંદર ખાતેના ૧૦,૫૪૨ માછીમારો વસવાટ કરે છે. નવાબંદરમાં ૫૪૨ નાની-મોટી બોટો કાર્યરત છે. આ બંદર બનતા બોટોની સંખ્યામાં વધારો થશે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નવાબંદર ખાતે ખાતમુર્હુતનો કાર્યક્રમ પુર્ણ કરી રાત્રી રોકાણ અર્થે સોમનાથ આવી ગુરૂવારે સવારે સોમનાથ મહાદેવ મંદિરે શીશ ઝુકાવી પુજા-અર્ચન કરશે. મુખ્યમંત્રીના પ્રવાસ અને કાર્યક્રમને લઇ ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશનાં માર્ગદર્શન હેઠળ અધિકારીઓએ તૈયારીઓને આખરી ઓપ આપી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews