ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ ફોર્મ ગત ઓગષ્ટ માસથી નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ઉપર ભર્યા બાદ શાળાઓ દ્વારા તેનું વેરીફિકેશન કરાયું હોવા છતાં ફોર્મ ભરનાર વાલીઓ, વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી આ સ્કોલરશીપના ફોર્મ રિવેરીફિકેશન માટે એસએમએસ કરવામાં આવતા તેમજ રિવેરીફિકેશન માટે ખૂબ જ ઓછો સમય આપવામાં આવ્યો છે અને સ્કોલરશીપ માટેનું પોર્ટલ ચાલતું નથી ત્યારે શાળાઓ કે વાલીઓ કેવી રીતે રિવેરીફિકેશન કરી શકે જેને લઈને અનેક વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહેવાની શકયતાઓ હોઈ વાલીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા સ્કોલરશીપ માટેના ફોર્મને રિવેરીફિકેશન માટેના મનસ્વી આદેશ પાછો ખેંચે અથવા રિવેરીફિકેશનના સમયમાં વધારો કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે. નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ઉપર ભારત સરકાર દ્વારા ભારત સરકારની તમામ શિષ્યવૃતિના ફોર્મ ભરવામાં આવે છે. છેલ્લા ઓગષ્ટ મહિનાથી લઘુમતી શિષ્યવૃતિ બાબતના ફોર્મ પણ ભરાઈ રહ્યા છે. ગુજરાતના લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓએ પ્રિ મેટ્રીક, પોસ્ટ મેટ્રીક અને મેરીટ કમ મિન્સ યોજનાના ફોર્મ ભરી દીધેલ છે અને શાળા સંસ્થા તેમજ રાજયકક્ષાએ વેરીફિકેશન પણ થઈ ગયેલ છે. જે અંગેના મેસેજ પણ વિદ્યાર્થીઓને મળી ગયેલ છે. પરંતુ તમામ વિદ્યાર્થીઓ વાલીઓને ફરીથી શાળા કક્ષાએથી રિવેરીફિકેશન કરાવવાનો મેસેજ મળેલ છે. જેથી વાલીઓ આશ્ચર્યમાં મુકાયા છે. જાે એકવાર ફોર્મ ભરાઈ ગયા હોય અને તેનું વેરીફીકેશન પણ થઈ ગયું હોય ત્યારે ફોર્મને ફરીથી રીવેરીફિકેશન કરવાનો આદેશ શા માટે ? આ અંગે કસ્બા અંજુમને ઈસ્લામ ભાવનગરના જાવેદ કુરેશીએ જણાવ્યું હતું કે હાલ શાળા સંસ્થા કક્ષાએ પ્રિ મેટ્રીક રીવેરીફિકેશનનો ૧પ જાન્યુઆરીએ છેલ્લો દિવસ હતો. જેથી આ સમય મર્યાદામાં શાળાઓ વેરીફિકેશન નહી કરી શકે જેથી રિ વેરિફીકેશનની સમય મર્યાદા વધારવી જાેઈએ.
માંગરોળના કાસીબ સમાએ જણાવ્યું કે મને આજુબાજુની ૪પ શાળાએ રીવેરિફિકેશન માટે જવાબદારી આપેલ છે સવારથી હું રીવેરીફિકેશન કરવા બેસેલ છું પણ પોર્ટલ ચાલતું નથી. જેથી અત્યાર સુધી હું એક પણ વિદ્યાર્થી કે શાળાનું રિવેરીફિકેશન કરી શકયો નથી જેથી પોર્ટલ વ્યવસ્થિત ચાલે અને સમય મર્યાદા વધારવામાં આવે તેમજ આ સમયે રિવેરીફિકેશનની જરૂર કેમ ? એ અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે. રિવેરીફિકેશન અંગે ખંભાતના સામાજીક કાર્યકર જાનીસાર શેખે વિકસીત જાતિ કલ્યાણ ગાંધીનગર ખાતે રજુઆત કરી અને રિ વેરીફિકેશન કરવાની જરૂર કેમ છે તે અંગે જાણવાની કોશિષ કરી પણ અધિકારીઓ પણ આ અંગે કોઈ જવાબ આપી શકયા નથી. અને તમને જણાવીએ છીએ એવું કહીને વાત ટાળેલ. શિષ્યવૃતિ અંગે દર વખતે આવા નવા નવા ગતકડા લાવીને વિદ્યાર્થીઓ, વાલીઓ શાળાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેને લઈને વાલીઓ સંસ્થાઓ અને સામાજીક કાર્યકરોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને રિવેરીફિકેશનનો સમય ઓછો હોવાના કારણે ઓછા સમયમાં શાળાઓ વિદ્યાર્થીઓના ફોર્મ રિવેરીફિકેશન કરી શકશે નહી અને સમયસર રિવેરીફિકેશન નહી થવાના કારણે લઘુમતિ સમાજના અનેક વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચીત રહે તેવી શકયતા રહેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્કોલરશીપના ફોર્મ રિવેરીફિકેશન કરવાના આદેશને પરત ખેંચવો જાેઈએ. ફોર્મ વેરીફિકેશન માટેના સમયમાં વધારો કરવો જાેઈએ જેથી તમામ ફોર્મ રિવેરીફિકેશન થઈ શકે સ્કોલરશીપના લાભથી વંચિત રહે નહી તેવી માંગ પ્રવર્તી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews