મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે રહેલ સીમા વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઝ્રસ્ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓની સરકાર કર્ણાટકના એ વિસ્તારોને રાજ્યોમાં સામેલ કરવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં મરાઠી ભાષાના લોકોની બહુમતી છે. તેના ઉપર પલટવાર કરતાં કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ આ નિવેદન દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે, કર્ણાટકની એક ઈંચ જમીન પણ આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે, તેઓની સરકાર કર્ણાટકના એ વિસ્તારોને રાજ્યમાં સામેલ કરવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં મરાઠી ભાષી લોકોની બહુમતી છે. મુખ્યમંત્રી કાર્યાલયે એક ટ્વીટમાં કહ્યું હતું કે આ ઉદ્દેશ્ય માટે બલિદાન આપનાર લોકોને આ સાચી શ્રદ્ધાંજલિ હશે. મહારાષ્ટ્ર રાજ્ય ભાષાના આધાર ઉપર બેલગામ તથા અન્ય વિસ્તારો ઉપર દાવો કરતું આવ્યું છે. જે પૂર્વ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતા. પણ હવે કર્ણાટક રાજ્યમાં આવે છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ઉદ્ધવ ઠાકરેના નિવેદન ઉપર પલટવાર કર્યો છે. તેઓએ કહ્યું કે, આ દુર્ભાગ્યપુર્ણ છે. હું ઉદ્ધવ ઠાકરેના નિવેદનની નિંદા કરૂ છું. અમે આ તરફથી એક પણ ઈંચ જમીન આપવા જઈ રહ્યા નથી. બેલગામ તથા અન્ય બોર્ડરના વિસ્તારોને મહારાષ્ટ્રમાં સામેલ કરવા માટે સંઘર્ષ કરી રહેલા ક્ષેત્રીય સંગઠન મહારાષ્ટ્ર એકીકરણ સમિતિએ એ લોકોની યાદમાં ૧૭ જાન્યુઆરીએ શહીદી દિવસ મનાવ્યો. જે આ ઉદ્દેશ્ય માટે લડતાં ૧૯૫૬માં માર્યા ગયા હતા. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews