ગીર-સોમનાથ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીને મળેલ સાદી અરજીના કારણે તાલાળા તાલુકાના માધુપુરગીર ગામે સગીર બાળકીના લગ્ન હોવાની માહિતી મળી હતી. આ માહિતીને આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.આર.મૌર્ય અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા તાલાળા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને સ્થળ ઉપર જઈ તપાસ કરતા બાળ લગ્ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાળ લગ્ન પ્રતિબંધક ધારો ૨૦૦૬ની ઉદાહરણ સાથેની સમજણ આપી બાળ લગ્ન અટકાવામાં આવ્યા હતા તેમ બાળ સુરક્ષા અધિકારી પ્રિયંકાબેન પરમારની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews