કાજલીની મહિલાને સારવાર માટે જરૂરી પૈસા લેવા જતા પુત્રોનું પોલીસે બાઇક ડીટેઇન કરેલ જેથી સમયસર સારવાર ન મળતાં મોત નિપજયું

0

વેરાવળ તાલુકાના કાજલી ગામની મહિલાને વેરાવળની ખાનગી હોસ્પીટલમાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવા તેનો પુત્ર પૈસા લઇ કાજલી તેના ઘરે ગયેલ જયાંથી ટુ વ્હીલર વાહનમાં પરત આવી રહેલ તે સમયે રસ્તામાં ટ્રાફીક પોલીસ દ્વારા ટુ વ્હીલર ડીટેઇન કરેલ હોવાના કારણે યુવાન હોસ્પીટલે મોડો પહોંચેલ હતો. જેથી મહિલાને વધુ સારવાર મળે તે પહેલા તેનું મૃત્યું નીપજતા પરીવાર રોષે ભરાયો હતો. ગઈકાલે બપોરે પરીવારના લોકો મૃતદેહ સાથે સ્મશાન યાત્રા લઇને પ્રભાસપાટણ પોલીસ સ્ટેશને પહોંચી જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે બેસી જતા મામલો ગરમાયો હતો. જાે કે, સામાજીક આગેવાનોએ મધ્યસ્થી અને પોલીસ અધિકારીએ મૌખીક ખાત્રી આપ્યા બાદ ત્રિવેણી સંગમ ખાતે અંતિમવિધિ કરવા ગયેલ હતા.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતા શાંતિબેન ભુપતભાઇ પરમાર વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અહીથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવા માટે એમ્બ્યુલન્સ સહીતના ખર્ચ માટે કાજલી ગામે ઘરેથી પૈસા લઇ તેના પુત્ર અક્ષય અને અલ્પેશ ટુ વ્હીલરમાં જઇ રહેલ ત્યારે રસ્તામાં પ્રભાસ પાટણ ઝાપા પાસે ટ્રાફીક પોલીસ તેમજ પી.એસ.આઇ.એ ટુ વ્હીલરને રોકવેલ ત્યારે અક્ષયએ કહેલ કે, મારી માતા હોસ્પિટલમાં હોય જેથી પૈસા લઇને મારે હોસ્પીટલે જવું છે પરંતુ પોલીસ દ્વારા ટુ વ્હીલરને ડીટેઇન કરેલ હતુ. જેથી બંન્ને ભાઇઓ અક્ષય અને અલ્પેશ હોસ્પીટલે સમયસર પહોંચી શક્યા નહી અને બે કલાક જેટલો સમય બગડેલ હતો. ત્યારબાદ ઘરેથી બીજુ ટુ વ્હીલર મંગાવીને હોસ્પીટલે પહોંચેલ જયાં રાહ જાેતા તેમના પિતા ભુપતભાઇને પૈસા આપતા એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા રવાના થયેલ હતા. પરંતુ રાજકોટ સારવાર મળે તે પહેલાં જ શાંતિબેનનું મૃત્યું નીપજેલ હતું. તેમના મૃતદેહને કાંજલી ગામે લઇ આવેલ ત્યાંથી તેમની સ્મશાન યાત્રા સાથે ડાઘુઓ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશને પહોંચી મૃતદેહને પોલીસ સ્ટેશનની બહાર રાખી પરીવારના લોકોએ ટુ વ્હીલરને ડીટેઇન કરનાર પોલીસકર્મી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે બેસી જતા મામલો ગરમાયો હતો. આ બાબતે સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરેલ તેમજ પીઆઇ બી.જી. રાઠવાએ પરીવારના લોકોને મૌખીક ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. ત્યારબાદ ડાઘુઓ મૃતદેહને લઇ ત્રિવેણી સંગમ ખાતે પહોંચી જયાં મૃતક શાંતિબેનની અંતિમવિધિ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!