ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળમાં કાર્યરત આરટીઓ કચેરી ખાતેથી ૩૨માં માર્ગ સલામતી માસનો અધિકારીઓએ પ્રારંભ કરાવ્યો હતો. ગીર સોમનાથ જીલ્લામાં તા.૧૮ જાન્યુઆરીથી તા.૧૭ ફેબ્રુઆરી સુધી એક માસ દરમ્યાન જુદા-જુદા જાગૃતિના કાર્યક્રમો થકી માર્ગ સલામતી માસની ઉજવણી કરવાનું નકકી કરાયુ છે. આ તકે આરટીઓ અધિકારી યુ.કે. કારલીયાએ જણાવેલ કે, સડક અકસ્માત ઘટાડવા માટે વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો અને હેલ્મેટ પહેરવું જાેઈએ જેથી અકસ્માત ઘટાડી શકાય છે. વાહન વ્યવહાર પરિવહનના નિયમોની અમલવારી કરવી જાેઈએ. માર્ગ સલામતી માસ અંતર્ગત ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં જુદા જુદા સ્થળોએ લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે. ખાસ લોકોએ વાહન ચલાવતી વખતે ટ્રાફીકના નિયમોનું સ્વયં શીસ્ત આ રીતે પાલન કરવા અપીલ કરી હતી. જયારે ડીવાયએસપી બામણીયા અને ચીફ ઓફીસર જતીન મહેતાએ જણાવેલ કે, વાહન ચલાવતી વખતે સેલ્ફ ડિસિપ્લીન રાખવાથી અકસ્માત ટાળી શકાય છે. વાહન અકસ્માત ઘટાડવા માટે એજ્યુકેશન મહત્વનું પરિબળ છે. આ તકે શ્રેષ્ડ કામગીરી કરનાર એએસઆઈ પ્રતાપભાઈ પરમાર, દિનેશભાઈ ગોહેલ, મનુભાઈ જાદવ, ૧૦૮ના ગોવિંદા ભગત, ખુમારસિંહ રાઠોડ, યુવરાજસિંહ ઝાલાને મોમેન્ટો આપી સન્માનીત કરાયા હતા. આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લઈ સંકલ્પબધ્ધ થયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews